પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદારની સંયુક્ત કાર્યવાહી
રૂ. 2.42 લાખનો બાયોડિઝલનો જથ્થો અને ટ્રકો મળી કુલ રૂ. 1.71 કરોડનો મુદ્દામાલ કબ્જે લેવાયો
અબતક, રાજકોટ : રાજકોટ જિલ્લા પુરવઠા વિભાગ અને તાલુકા મામલતદાર કચેરી દ્વારા ત્રણ સ્થળોએ દરોડા પાડી 2.42 લાખની કિંમતનો બાયોડિઝલનો જથ્થો મળી કુલ રૂ. 1.71 કરોડનો મુદ્દામાલ કબ્જે કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટના આદેશ મુજબ જિલ્લા પુરવઠા કચેરી તથા મામલતદાર રાજકોટ તાલુકાની સંયુક્ત ટીમ બનાવી અનેક સ્થળે દરોડા પાડવામાં આવ્યા હતા. ગઈકાલે એક જ દિવસમાં કુલ ૩ સ્થળે દરોડા પાડી કુલ ૨,૪૨,૦૦૦ લીટર બાયો ડીઝલનો જથ્થો તથા ટેન્કર મળી કુલ રૂ.૧,૭૧,૨૦,૦૦૦/- (એક કરોડ એકોતેર લાખ વીસ હજાર)ની કિંમતનો જથ્થો સીઝર કરવામાં આવેલ છે.
આ ઉપરાંત મોડી રાત્રે પણ બીજી જગ્યાઓ પર તપાસણી કામગીરી ચાલુ રાખવામાં આવનાર છે. કલેકટર તંત્રએ ત્રણ સ્થળોએ દરોડા પાડ્યા તેમાં ખેરડી ગામ ખાતે બી.એન પેટ્રોલિયમમાંથી ૨- ટેન્કર તથા ૩૨૦૦૦ લીટર બાયો ડીઝલ, માલિકનું નામ – પૂર્વેશ અમૃતલાલ પતોડીયા કુલ મુદ્દામાલ રૂ.૪૫,૦૦,૦૦૦/-, મારુતિ પેટ્રોલિયમ – માલિયાસણ ખાતેથીમાલિકનું નામ – ભરતભાઈ વી.રામાણી સીઝર – ૧,૦૫,૦૦૦ લીટર રૂ.૬૩,૦૦,૦૦૦/- પૂરા, બજરંગ ટ્રેડિંગ રાજકોટ ઇન્ડસ્ટ્રીયલ પાર્ક – ધમલપર માલિકનું નામ – દીપેશ ભાઈ મેહતાને ત્યાથી સીઝર – ૧,૦૫,૦૦૦ લીટર રૂ.૬૩,૦૦,૦૦૦/- પૂરાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો છે.