જામનગર જીલ્લામાં પોલીસે જુગારીયાઉપર તવાઇ બોલાવતા કુલ 3 દરોડામાં 11 શખસની ધરપકડ કરવામાં આવી છે.જોડીયા પોલીસ સ્ટેશનમાં એ.એસ.આઈ. રવિરાજસિંહ મહેન્દ્રસિંહ જાડેજા એ ફરીયાદ નોંધાવી છે કે, કુન્નડગામ પાટી સીમ આરોપી હરીલાલ ભીમજીભાઈ કાલાવડીયાના વાડીએ ઓરડમાં બહારથી અન્ય આરોપીઓ અશોકભાઈ ધનજીભાઈ ભીમાણી, લાભુભારથી બચુભારથી ગોસાઈ , ધીરજલાલ છગનભાઈ ભીમાણી, જયેશભાઈ માનસંગભાઈ મકવાણા, ધર્મેન્દ્રસિંહ પુનાજી જાડેજા, રે. કુન્નડ ગામવાળાને બહારથી બોલાવી નાલ ઉઘરાવી ગંજીપતાના પાના વડે તીનપતી રોનપોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.63,400/- તથા છ મોબાઈલ ફોન કિંમત રૂ.7000, તથા ચાર મોટરસાયકલ કિંમત રૂ.1,00,000/- મળી કુલ રૂ.1,70,400/- ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.બીજા દરોડામાં મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. ધર્મેન્દ્રસિંહ માધુભા કંચવા એ ફરીયાદ નોંધાવી છે કે, ઝાખર ગામ જવાના રસ્તે પીઠાપીરની જગ્યાની બાજુમાં આવેલ ગાયત્રી હોટલના ખુલ્લા પાર્કિંગ પાસે લાઈટના અજવાળે આરોપીઓ રવિરાજસિંહ વિરાજી જાડેજા, કમલેશભાઈ ઘોઘુભાઈ લાલવાણી, ખોડુભાઈ સોમાભાઈ લાલવાણી એ ગંજીપતાના પાના વડે રોન પોલીસ નામનો જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.11,250/ ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે. આ ઉપરાંત અન્ય એક દરોડામાં મેઘપર પોલીસ સ્ટેશનમાં કોન્સ. લખમણભાઈ મંગાભાઈ સરસીયા એ ફરીયાદ નોંધાવી છે કે, જય માતાજી હોટલ પાછળ, ખુલ્લા માં જાહેરમાં લાઈટના અજવાળે આરોપીઓ મનસુખ ઘોઘુભાઈ લાલવાણી, નાગજીભાઈ મોહનભાઈ લાલવાણી, જીવરાજ સોમાભાઈ લાલવાણી, એ જુગાર રમી રમાડી પૈસાની હારજીત કરી રોકડા રૂ.10,120/ના મુદામાલ સાથે રેઈડ દરમ્યાન ઝડપાઈ ગયેલ છે.
Trending
- મહાનગરપાલિકા બન્યા બાદ આણંદ તંત્રને અધધ… આવક
- શું તમારી પણ વારંવાર રાતે 3 વાગે ઊંઘ ઉડી જાય છે..?
- લોકસભામાં વક્ફ બિલ 2 એપ્રિલે થશે રજુ
- કૃષિ ક્ષેત્રે અગ્રેસર બનવા પ્રયત્નશીલ ખેડા
- ભાવનગરમાં ખેલ મહાકુંભ 3.O રાજયકક્ષા રસ્સાખેંચ બહેનોની સ્પર્ધાનો પ્રારંભ
- મનપા સંચાલિત હોસ્પિટલનાં ફોરેન્સિક વિભાગમાં ફરજ બજાવતા ડોક્ટરનું મો*ત
- ઉનાળો અને પેટની તકલીફો..!
- બોગસ કાગળોના આધારે ખાનગી બેંક સાથે રૂ. 4.13 કરોડની મસમોટી છેતરપિંડી