૧૭ મહિલા સહિત ૨૫ લોકોની ધરપકડ
જૂનાગઢમાં શ્રાવાણીયો જુગાર રમતા દોઢ ડઝન જેટલી માનુનીઓને પોલીસે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરતા જુગારી મહિલાઓના પરિવારજનોની ઉપાધિમાં વધારો થયો હતો અને પરિવારની ગૃહ લક્ષ્મીને છોડાવવા પોલીસ સ્ટેશને દોડાદોડી કરવી પડી હતી.
જૂનાગઢ તાલુકા પોલીસે ખામધ્રોળ રોડ ઉપર જુગાર અંગે દરોડો પાડી, સંગીતાબેન હિરાભાઈ ચાવડા, ફરીદાબેન અમીનભાઈ હાલા, નસીમબેન સલીમભાઈ સુમરા, હંસાબેન રમણીકભાઈ કરથીયા, કંચનબેન શામજીભાઈ ટીંબડીયા, નયનાબેન રમેશભાઈ બાવરીયા, પારૂલબેન ધીરૂભાઈ બારૈયા, મીનાબેન કિરીટભાઈ ધબ્બા, લાભુબેન ગોવિંદભાઈ આંત્રોલીયાને જાહેરમાં તીન પતીનો જુગાર રમતા, પટ્ટમાથી રોકડા રૂ.૧૦,૩૨૦ સાથે પકડી પાડયા હતા.
જ્યારે બી ડિવિઝન પોલીસે જોષીપરાના વડલી ચોક, શકિતનગર-૧, શેરી નં-૩માં જુગાર અંગે દરોડો પાડી, ગીતાબેન દીપકભાઇ જીણાભાઇ ભેડા, પૂરીબેન વીરમભાઇ અરસી, વર્ષાબેન ઘીરજભાઇ રૂડાણી, કોમલબેન પીયુષભાઇ રાબડીયા, રસ્મીતાબેન અનીલભાઇ ઘડુક, વર્ષાબેન વિજયભાઇ કુંતાણી, રસીબાબેન ચેતનભાઇ માનસુખરીયા, દક્ષાબેન રાજેશકુમાર બોરસાણીયા, સોનલબેન પંકજભાઇ જોષીને જાહેરમાથી તીન પતિ નામનો જુગાર રમતા કુલ રોકડ રૂપીયા ૨૪૬૦ સાથે ઝડપી લીધા હતા.
વંથલી થી ૬ કી.મી દુર સાંતલપુર ધાર નજીક વાડી વિસ્તારમાં વંથલી પોલીસે વિપુલભાઈ વજુભાઈ સાવલીયા કબ્જા ભોગવટાની વાડીના મકાન પર દરોડો પાડી, બહારથી માણસો બોલાવી, જુગાર રમી રમાડી નાલના પૈસા ઉઘરાવી જુગારનો અખાડો ચલાવતા વિપુલભાઈ વજુભાઈ સાવલીયા સહિત ૭ જુગારીઓને રોકડા રૂ.૪૩૩૭૦, મો.ફોન-૫, મો.સા.-૪ મળી કુલ રૂ.૧,૩૯,૮૭૦ના મુદામાલ સાથે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.