રાજકોટ જિલ્લાના ધોરાજીના સુપેડી ગામની ભાદર નદીમાં ગેરકાયદેસરના રેતીના ખનન ઉપર ખાણખનીજ ખાતાની રેડ કરવામાં આવેલ હતી અને 40 લાખ જેટલો મુદ્દા માલ કબજે લીધેલ
ધોરાજી તાલુકાના સુપેડી ગામની સિમ માંથી પસાર થતી ભાદર નદીમાં ખનીજ માફિયા ઓ દ્વારા બેફામ રેતીની ચોરી કરવામાં આવે છે અને કરોડોની ખનીજ ચોરી કરવામાં આવે છે ત્યારે આજે વહેલી સવારે ખાણ ખનીજ ખાતાના અધિકારીઓ દ્વારા ભાદર નદીના આ વિસ્તારમાં રેડ કરવા આવી હતી અને ખાતાના અધિકારીઓએ રૂપિયા 40 લાખના સહિતનો મુદામાલ ઝડપી પાડેલ હતો . રેડ કરવા સમયે અહીં 2- 3 જેસિબી અને ઘણા બધા લોદરો દ્વારા રેતીની ભરાઈ કરવામાં આવી રહેલ હતી રેડ પડતાજ અહીં નાસભાગ મચી ગયેલ હતી અને ખનીજ માફિયાઓ નાશી છૂટવામાં સફળ રહેલ હતા. ખાણ ખનીજના માફિયાઓ દ્વારા રેડ કરવામાં આવેલ અધિકારી ઓને ડરવા માટે ધારીયા અને લાકડીઓ સાથે ઘસી આવેલ હતા અને પોલીસને જોતા ભાગી ગયેલ.
ખાણ ખનીજ વિભાગ દ્વારા અંદાજીગ 40 લાખ ના મુદ્દામાલ કબજે કર્યા બાદ તેવો એ પોલીસમાં વિધિવત ફરિયાદ નોંધાવેલ હતી. આજ રોજ વહેલી સવાર થી શરૂ થયેલ આ રેડની કામગીરીમાં ખાણ ખનીજ દ્વારા રેડ માટેની વિધિવત જાણકારી પોલીસને કરવામાં આવેલ હતી જે નોંધનીય બાબત છે ફરી પાછું મોટી રાતે કોમ્બીંગ નાઇટ સમયે સુપેડી ગામના ભાદર નદી વિસ્તારમાં ફરી ત્યા ખાણ ખનીજની કામગીરી ફરી શરૂ થઈ હતી ત્યા ધોરાજી પીઆઇ ઝાલા સાહેબ તથા પોલીસ અધિકારીઓ જેમાં વિજય સિંહ , વલ્લભ ભાઈ , વિજયભાઈ ચાવડા , અનિરૂદ્ધ સિંહ અને ચંદ્ર સિંહ તથા અન્ય પોલીસ કાફલો સ્થળ પર પહોંચીને રેડ પાડી હતી જેમાં એક શખ્સ નાશી છુટેલ અને એકની અટક કરીને કુલ 53 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કરી આઠ થી નવ ડમ્પર ડીટેન કરી કાર્યવાહી હાથ ધરતી ધોરાજી પોલીસે
વર્ષે કરોડોનું નુકસાન સાથે કુદરતની સાથે ચેડાં કરતા આ ખનીજ માફિયા ઓને સરકાર દ્વારા આકરામાં આકરી સજા કરે તે જરૂરી છે.
પણ આ ભૂમાફીયાના મુળયા લાંબા અને લાગવગ નાના થી માંડી ઉપર સુધી હોય છે તંત્રનાં કર્મચારી શું કરી શકે કાંતો ભલામણ કાંતો પ્રેસર થી અવાજ બંધ કરવાનીનો કરતીબો ભુમાફીયા ઓએ તૈયારી રાખી જ લીધી હોય છે સ્થળ પર રેડ પાડ્યા ના કલાકોમાં જ ખનન ચોરી કરવાની કામગીરી ફરી થઈ જાય છે અધિકારીઓ પોતાનો જીવનાં જોખમે રેડ પાડે અને ભુમાફીયા ઓ અધિકારીઓ ઉપર હુમલો કરવાની જરૂર પડે તો તૈયારી બતાવતા હોય છે જયાં સુધી જડમૂળમાંથી આ ખનન ચોરીનો હડો કાઢવામાં નહી ત્યા સુધી ઠપો દાવ ચાલ્યા જ કરવાનું છે જોવાનુંએ રહયું કે રોયલ્ટી ચોરી રેતી ચોરી ડામવામાં તંત્ર કેટલી સફળતા મેળવી શકે છે તેતો આવનારો સમય જ બતાવશે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com