• કુબલીયાપરામાં મકાનમાંથી દેશી દારૂની ભઠ્ઠી પકડાય: આંબેડકરમાં મકાનમાંથી અને આનંદ બંગલા ચોક પાસેથી  વિદેશી દારૂ પકડાયો: બે મહિલા સહિત ત્રણની ધરપકડ

શહેર પોલીસ કમિશ્નર દ્વારા તાજેતરમાં પીસીબીની સ્ટ્રેન્થ વધારીને ફિલ્ડની કામગીરી  સોપતા દારૂ જુગારીયાઓ ઉપર ઘોસ બોલાવી રહી છે. પી.સી.બી.એ આંબેડકરનગરમાંથી 19 બોટલ સાથે પરિણીતાની જયારે કુબલીયાપરામાં દેશી દારૂની ભઠ્ઠી પર ત્રાટકી રૂ. 39000ની કિંમતના મુદામાલ સાથે મહિલાની ધરપકડ કરી છે. જયારે મવડીરોડ આનંદ બંગલા ચોક પાસે બાઈક વિદેશી દારૂની ડિલીવરી કરવા નીકળેલી બેલડીને 23 બોટલ દારૂ સાથે  ધરપકડ કરી છે. પોલીસે દેશી વિદેશી દારૂ અને બાઈક મળી રૂ.90 હજારનો મુદામાલ કબ્જે કર્યો છે.

વધુ વિગત મુજબ શહેરમાં દેશી વિદેશી દારૂના દુષણને ડામી દેવા પોલીસ કમિશ્નર બ્રજેશ ઝાએ આપેલી સુચનાને પગલે પીસીબીના ઈન્ચાર્જ પી.આઈ. એમ.આર. ગોંડલીયા સહિતના સ્ટાફે  પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. ત્યારે કુબલીયા પરા શેરી નં.5માં રહેતી દિવાળીબેન જતીનભાઈ સોલંકી નામની મહિલા દેશી દારૂની ભઠ્ઠી ચલાવતી હોવાની મળેલી બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડયો હતો. દરોડો દરમિયાન  75 લીટર,  800 લીટર આથો અને  90 લિટર બળેલો આથો તેમજ દેશીદારૂ બનાવવાના સાધનો સાથે દિવાળીબેન સોલંકીની ધરપકડ કરી રૂ. 39325નો મુદામાલ કબ્જે કરી દેશી દારૂ બનાવી કોને વેચે તે મુદે તપાસનો ધમધમાટ આદર્યો છે.

જયારે ગોંડલ રોડ નજીક એસ.ટી. વર્કશોપ પાછળ આંબેડકરનગર શેરી નં. 5માં સરવૈયા દવાખાના પાસે રહેતી કાજલબેન જીતેન્દ્રભાઈ મુછડીયા નામની મહિલા વિદેશી દારૂનું વેચાણ કરતી હોવાની પીસીબીને વાલજીભાઈ જાડાને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે દરોડો પાડી મકાનમાંથી રૂ. 4300 ની કિંમતનો નાની મોટી બોટલ સાથે  કાજલબેન મુછડીયાની ધરપકડ કરી વધુ તપાસ માલવીયાનગર પોલીસ મથકના એ.એસ.આઈૅ આર.ડી. ગોહિલ સહિતના સ્ટાફ ચલાવી રહ્યા છે.

આ ઉપરાંત માલવીયાનગર પોલીસ મથકના સ્ટાફ દ્વારા મવડી રોડ આનંદબંગલા ચોક પાસે વાહન ચેકીંગ અને પેટ્રોલીંગ હાથ ધર્યું હતુ. ત્યારે આનંદનગર મેઈનરોડ આનંદનગર કોલોનીમાં રહેતો જયદીપસિંંહ ઉર્ફે રમજુભા સજુભા જાડેજા અને કોઠારીયા રોડ દેવપરા કૈલાશ પાનવાળી શેરી ઘનશ્યામનગરમાં રહેતો ભરત ઉર્ફે ભરતો રમેશભાઈ ડાભી નામના બંને શખ્સો જી.જે. 03 એચએફ 5775 નંબરના  બાઈકમાં  વિદેશી દારૂની ડીલીવરી કરવા નિકળ્યો હોવાની કોન્સ્ટેબલ જયદીપસિંહ ભટ્ીને મળેલી બાતમીનાં આધારે સ્ટાફે આનંદબંગલા ચોક પાસે બાઈકને અટકાવી તલાશી  લેતા 23 બોટલ દારૂ સાથે બંને શખ્સને અટકાવી રૂ. 42300નો મુદામાલ કબ્જે કરી આ દારૂનો જથ્થો કોની પાસેથી લાવ્યા અને  કોને પહોચાડવાનો હતો તે મુદે વિશેષ  તપાસ હેડ કોન્સ્ટેબલ ડી.પી. બગડા સહિતના સ્ટાફે ધમધમાટ આદર્યો છે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.