રાજકોટ મ્યુનિસિપલ કમિશનરના સીધા નિયંત્રણ હેઠળની આરોગ્ય શાખા અને ફૂડ શાખા દ્વારા ફરસાણ અને મીઠાઇના ઉત્પાદન કેન્દ્રો અને ડેરી ફાર્મ પર સામૂહિક દરોડા પડ્યા હતા, ત્યાર બાદ આજે શહેરની હાઇ પ્રોફાઇલ હોટેલ અને રેસ્ટોરન્ટ પર દરોડાનો દોર શરૂ કરવામાં આવ્યો છે, દરમિયાન આજે સવારે આરોગ્ય શાખાનો કાફલો રાજકોટ જવાહર રોડ પર આવેલી પ્લેટિનમ હોટલ પોહચી અને તપાસ હાથધરી હતી, તપાસનિશોએ જણાવ્યુ કે, હોટેલના કિચનમાં ચેકિંગ કરતાં વાસી અને અખાધ પદાર્થનો જંગી જથ્થો મળી આવ્યો હતો, તેમજ અનહાઈજેનીક કંડીશાન જોવા મળી હતી. આ ઉપરાંત કિચનમાં ઈંડાનો જથ્થો પણ જોવા મળ્યો છે. જેથી હોટેલ પર અનેક સવાલો થઈ રહ્યા છે. ત્યારે તમામાં નમૂના લઈ આગળની તપાસ હાથ ધરવામાં આવી છે.