- ગરીબોના ભાગના સરકારી રાશનનો વેપલો કરનારા પર તંત્રની તવાઇ
- 17 ટન ઘઉ, 4 ટન ચોખા, બે બોલેરો પીકઅપ સહીત લાખોનો મુદામાલ જપ્ત
જુનાગઢના ગરીબોના ભાગનું સરકારી રાશન વેંચી મારવાના કૌભાંડના ભાંગા ફોડ બાદ તંત્રએ દરોડાઓનો દૌર જારી રાખતા સરકારી રાશનનો વેપલો કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.જિલ્લા કલેક્ટર જૂનાગઢ શ્રી અનિલકુમાર રાણાવસિયાને બાતમી મળેલ કે, કેટલાક ઈસમો જિલ્લામાં વાજબી ભાવની દુકાને મળતું અનાજ વિતરણ થયાં બાદ ઘરે-ઘરે જઈ એકત્રિત કરી તેનો ગેરકાયદેસર વ્યાપાર કરે છે.*
આવા વધુને વધુ કેસો શોધી સમગ્ર સિસ્ટમ તોડી પાડવા સુચના કરવામાં આવેલ. તે સબબ નિવાસી અધિક કલેકટર એન. એફ. ચૌધરીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી જૂનાગઢ ચરણસિંહ ગોહિલના નેતૃત્વ હેઠળ ગ્રામ્ય મામલતદાર લલીત ડાભી અને તેમની ટીમ દ્વારા બિલખા ખાતે મોટા પ્રમાણમાં દરોડા પાડવામાં આવ્યા હતા.
અગાઉ આ ક્ષેત્રે કાર્યવાહી કરી શહેરમાંથી છકડો રીક્ષા પકડી તેના આધારે પાદરિયામાં બે મોટા ગોડાઉન પકડી પાડવામાં આવેલ હતાં અને 5.37 લાખનું ગેરકાયદે સંગ્રહ કરેલું સરકારી અનાજનો જથ્થો સીઝ કરવામાં આવેલ હતો. આ રેશનકાર્ડ ધારકોના રેશનકાર્ડની માહિતી મેળવી તેમના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી ચાલુમાં છે. આ તપાસમાં પકડાયેલા ફેરિયાઓની ઊંડી તપાસના અંતે *સમગ્ર ધંધાનું કેન્દ્રબિંદુ બિલખા* હોવા અંગે માહિતી મળેલ હતી. આથી, બાતમીદારોને સાથે રાખીને મોડી સાંજે પ્રાંત અધિકારી જૂનાગઢના નેતૃત્વ હેઠળની પ્રાંત કચેરી, ગ્રામ્ય મામલતદાર તથા શહેર મામલતદાર કચેરીના સ્ટાફની ટીમો બનાવી બિલખા ખાતે સ્થાનિક પોલીસને સાથે રાખી વ્યાપક દરોડા હાથ ધર્યા હતા. આ દરમ્યાન બે મોટા સરકારી અનાજનો જથ્થો ધરાવતાં ગોડાઉન પકડી પાડયા હતા. તેઓને સદરહુ અનાજના જથ્થાની કાયદેસરતા બાબતે પુછપરછ કરતાં કોઈ પ્રકારના આધાર પુરાવા રજુ કરી શકેલ નહી અને ફેરીવાળાનું એકત્ર કરેલ સરકારી અનાજ હોવા બાબતે કબૂલાત આપેલ હતી.
જે પૈકી ગોડાઉન ધારક અલારખા બોદુભાઈ મોદી ને ત્યાંથી (ઘઉં-116 બોરી-કિગ્રા.6492, કિંમત:1,68,792 રૂપિયા) અને (ચોખા – 70 બોરી -કિગ્રા 4000, કિંમત: 1,53,192 રૂ.) એમ કુલ -3,21,984 રૂ. નો જથ્થો સીઝ કરવામા આવેલ.
ઈમ્તીયાઝ સતારભાઈ કાળવતરના ગોડાઉન ખાતેથી (ઘઉં-220 બોરી-11,000 કિગ્રા,કિંમત રૂ.1,65,000-તથા અનાજના અવશેષો વાળા બે પીક અપ બોલેરો-ૠઉં-07-ઝઝ-7077 તથા ૠઉં-06-અડ-2363) સીઝ કરવામાં આવેલ.
ઉપરાંત કલેક્ટરની તાકીદ છે કે, જે રેશનકાર્ડ ધારકો વાજબી ભાવની દુકાનનું અનાજ ગેરકાયદે વેચી દેતા જણાશે તેઓના રેશનકાર્ડ રદ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.કામગીરી એલ.બી. ડાભી મામલતદાર જુનાગઢ(ગ્રામ્ય), નીતિન ઝાલા, યોગેશભાઇ ચાવડા,પારૂલબેન સાંગાણી, ધર્મેશભાઇ સોનારા, પરેશભાઇ હડીયા , લાલાભાઇ ચાંડેરા, દેવેનભાઇ નૈયા, જેન્તિભાઇ પરમાર નાયબ મામલતદારો, જે બી હુંણ સર્કલ ઓફિસર, સાગરભાઇ પોપટ કલાર્ક, જનકભાઇ ડોડીયા રેવન્યુ તલાટી, આનંદભાઇ કાબા રેવન્યુ તલાટી, દીપભાઇ ભટ્ટ રેવન્યુ તલાટી, ભાર્ગવ વ્યાસ રેવન્યુ તલાટી અનેદિપેનભાઇ ઠાકર કોમ્પ્યુટર ઓપરેટર જોડાયા હતા.