- પતિ-પત્ની દ્વારા ઘરમાં જ દારૂનો અડ્ડો ચાલતો હોવાનું આવ્યું સામે
- સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ પીવા આવેલા 13 જેટલા શખ્સોની ધરપકડ
- લિસ્ટેડ બુટલેગર નવનીત ઉર્ફે નવીન કંથારીયા ફરાર
- પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ
સુરતના સિંગણપોર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે રેડ કરતા ત્યાં હાજર દારૂડિયાઓમાં ફફડાટ ફેલાયો હતો.સ્થાનિક પોલીસ ઊંઘતી (SMC Prohi Raid) હતી અને એસએમસીની ટીમે રેડ કરતા સિંગણપોર પોલીસનું નાક કપાઈ ગયું હોવાનું ચર્ચાઈ રહ્યું છે.તેમજ આ આ રેડ દરમિયાન 55 જેટલી ખાલી દારૂની બોટલ જોવા મળી હતી.આ સાથે જ બિયરના ખાલી ટીન પણ જોવા મળ્યા હતા ત્યારે એસએમસીની ટીમે સ્થળ પરથી 13 લોકોને ઝડપી પાડ્યા હતા અને 3 લોકોને જાહેર કર્યા હતા અને આ દારૃપાર્ટી કોઈ એક ઘરમાં ચાલી રહી હોવાનું દ્રશ્યો પરથી લાગી રહ્યું છે.
મળતી માહિતી પ્રમાણે ગાંધીનગર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમ દ્વારા સિંગણપુર વિસ્તારમાં આવેલા એક મકાનમાં બાતમીના આધારે રેડ કરી હતી.સ્થાનિક પોલીસ ઊંઘતી રહી અને સ્ટેટ મોનીટરીંગ સેલે રેડ કરતા ભાગદોડ મચી ગઈ હતી. ત્યારે પોલીસે સ્થળ પરથી 2 દારૂની બોટલ ઝડપી પાડી હતી.સાથે જ 55 જેટલી ખાલી દારૂની બોટલો અને બિયરના ટીન ખાલી પડેલા જોવા મળ્યા હતા.આ સાથે જ સ્થળ પરથી 13 લોકોને ઝડપી પાડવામાં આવ્યા હતા.
રેડ કરવામાં આવી હોવાની જાણ થતા જ મકાનમાં રહે બુટલેગર નવીન કંથારીયાની પત્ની આશાએ અંદરથી દરવાજો બંધ કરી દીધો હતો. દારૂનો જથ્થો ઘરે લાવ્યા બાદ બુટલેગર નવીન ફરાર થઈ ગયો હતો. મહિલા પોલીસને બોલાવ્યા બાદ બુટલેગરની પત્ની પાસે દરવાજો ખોલાવવામાં આવ્યો હતો. અંદર તપાસ કરવામાં આવતા રસોડામાં દારૂ અને બિયરની બોટલોને વોશ બેશીનમાં ખાલી કરી દેવામાં આવી હતી. પકડાઈ જવાના ડરે બુટલેગરની પત્ની દ્વારા દારૂનો નાશ કરી દીધો હતો.
સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દારૂ પીવા આવેલા 13 જેટલા શખસોને ઝડપી પાડ્યા હતા. જ્યારે લિસ્ટેડ બુટલેગર નવનીત ઉર્ફે નવીન પ્રવીણભાઈ કંથારીયા તેની પત્ની આશા કંથારીયા અને આ દારૂનો જથ્થો આપનારને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. બુટલેગર નવીન બપોરના સમયે દારૂ લઈને આવ્યો હતો અને ત્યાર બાદ પત્નીને આપીને તે જતો રહ્યો હતો. હાલ તો આ બાબતે સિંગણપોર ડભોલી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
અહેવાલ: ભાવેશ ઉપાધ્યાય