અમદાવાદના બે મોટા  કેમિકલ ઉધોગો પર આવકવેરા વિભાગ દ્વારા  કાર્યવાહી શરૂ કરાઇ છે. અમદાવાદમાં 2 સ્થળો સાથે 20 થી વધુ  સ્થળોએ સર્ચ ઓપરેશન વહેલી સવારથી ચાલી રહ્યું છે. બ્લીચ કેમિકલ અને ધારા કેમિકલ પર  વહેલી સવારથી જ ટીમ ત્રાટકી છે. એટલુજ નહિ કંપનીના ભાગીદારોના  નિવાસ્થાનો, ઓફિસો અને અન્ય સંબંધિત સ્થળો પર વહેલી સવારથી સર્ચ ચાલી રહ્યું છે. મોટા પ્રમાણમાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ હોવાથી આ પ્રક્રિયામાં સમય લાગશે તેથી કરચોરીની અને બેનામી દસ્તાવેજોની વિગત મેળવવામાં વિલંબ થઇ શકે છે. આ ઓપરેશનમાં રાજકોટ સહિત સુરતના 100 થી વધુ અધિકારીઓ જોડાયા છે. અને આ સર્ચ ઓપરેશનનું પગેડું ક્યાં પહોંચશે તેનો કોઈજ અંદાઝ નથી. પરંતુ કેમિકલ ઉદ્યોગ ઉપર આ તવાઈ મોટી હોવાનું માનવામાં આવી રહ્યું છે.

બ્લિચ અને ધારા કેમિકલ પર વહેલી સવારથી આઈટીની ટીમ ત્રાટકી

સર્ચ ઓપરેશનમાં 100 થી વધુ અધિકારીઓ જોડાયા, 20 થી વધુ સ્થળો પર તપાસનો ધમધમાટ શરૂ

આવકવેરા વિભાગ દ્વારા બેનામી આવક અને કરચોરીને લઈને અમદાવાદ સહિતના શહેરોમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે.  જેમાં અમદાવાદ સહિત વડોદરા, રાજકોટ , સુરતના કેટલાક વેપારીઓ આવકવેરા વિભાગની રડારમાં છે. ત્યારે આવકવેરા વિભાગ દ્વારા અમદાવાદના  બે કેમિકલ ઉધોગો પર તવાઈ બોલાવવામાં આવી હતી. આ ઉધોગોમાં સર્ચ ઓપરેશન દરમિયાન લોકર,  જમીનોના દસ્તાવેજો, સોના ચાંદીના દાગીના મળી આવે તો નવાઈ નહી.  પ્રાથમિક તપાસમાં વિભાગના અધિકારીઓ દ્વારા દરેક ડિજિટલ ડેટા કેમિકલ યુનિટોની સાથે ભાગીદારીઓના પણ એકત્રિત કરી લેવામાં આવ્યા છે જેના ઉપર હાલ અભ્યાસ હાથ ધર્યા બાદ સાચો આંકડો સામે આવશે કે કેટલા પ્રમાણમાં બેનામી વ્યવહારો હાથ ધરવામાં આવ્યા છે.

અમદાવાદમાં કેમિકલ ઉદ્યોગ ક્ષેત્રે નામના મેળવનાર કેયુરભાઈ શાહને ત્યાં પણ આવકવેરા વિભાગ દ્વારા દરોડા પાડવામાં આવ્યા છે અને તેની સાથે સંલગ્ન અન્ય કેમિકલના વેપારીઓ ઉપર પણ વહેલી સવારથી ટીમ ત્રાટકી છે. રાજકોટના બે કેમિકલ ગ્રુપ ઉપર જીએસટી વિભાગ દ્વારા તવાય બોલાવવામાં આવી હતી ત્યારે હવે સેન્ટ્રલ એજન્સી માં પણ એ દોર ચાલુ થયો છે કે જે ઉદ્યોગો ઉપર આવકવેરા વિભાગ અથવા તો જીએસટી સર્ચ ઓપરેશન હાથ ધરી બેનામી વ્યવહારોનો ખુલા કરવામાં આવી રહ્યા છે. બ્લીચ અને ધારા કેમિકલ્સ ઉપર કામગીરી કેટલો સમય સુધી ચાલે તેનો કોઈ અંદાજ નથી પરંતુ ખૂબ મોટા પ્રમાણમાં બેનામી વ્યવહારો સામે આવશે એ વાત સ્પષ્ટ છે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેકસસિસ દ્વારા આવકવેરા વિભાગને સતત તેના ટાર્ગેટમાં વધારો થઈ રહ્યો છે ત્યારે ટાર્ગેટને પહોંચી વળવા માટે સરચ ઓપરેશન ને સેન્ટ્રલ એજન્સી દ્વારા હથિયાર બનાવવામાં આવ્યું છે અને સરચ ઓપરેશનના કિસ્સાઓ દિન પ્રતિદિન વધી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.