રૂ.૨.૩૦ લાખની ૭૨૧ બોટલ વિદેશી દારૂ અને કાર મળી ‚રૂ.૭.૫૫ લાખનો મુદામાલ કબ્જે: રૂરલ એલસીબીએ એક સાથે ત્રણ દરોડા પાડતા જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ
રાજકોટ જિલ્લાના ધોરાજી, વિરપુર અને શાપરમાં રૂરલ એલસીબીએ દારૂ અંગે દરોડા પાડી એક મહિલા સહિત પાંચની રૂ.૨.૩૦ લાખની કિંમતની ૭૨૧ બોટલ વિદેશી દારૂ સાથે ધરપકડ કરતા જિલ્લાના બુટલેગરોમાં ફફડાટ મચી ગયો છે.
લોધિકા તાલુકાના કાંગશીયાળી ગામની સીમમાંથી રવિ ચંદ્રભાનુ દુબે નામના શખ્સને રૂ.૩૩,૨૦૦ની કિંમતની ૧૧૧ બોટલ વિદેશી દારૂ સાથે એલસીબી પી.આઇ. એમ.એન.રાણા, પી.એસ.આઇ. એચ.એ.જાડેજા, બ્રિજરાજસિંહ જાડેજા, હિતેશભાઇ અગ્રાવત, મયુરસિંહ જાડેજા અને નરેન્દ્રભાઇ દવે સહિતના સ્ટાફે ધરપકડ કરી છે.
જયારે રાજકોટના વિનોદનગરમાં રહેતા મામદ હાસમ રાવકેડા નામના શખ્સને વિરપુર પાસેથી રૂ ૧.૫૪ લાખની કિંમતની ૧૨૦ બોટલ વિદેશી દારૂની જી.જે.૩જેએલ. ૯૧૮૪ નંબરની કારમાં ડીલીવરી કરવા આવ્યાની બાતમીના આધારે એલસીબીના હેડ કોન્સ્ટેબલ અનિલભાઇ ગુજરાતી, દિવ્યેશભાઇ સુવા, રહીમભાઇ દલ, ભાવેશભાઇ મકવાણા અને ભીખુભાઇ ગોહિલ સહિતના સ્ટાફે ધરપકડ કરી રૂ.૬ લાખની કિંમતનો સ્કોર્પીયો કબ્જે કર્યો છે. દરોડા દરમિયાન રાજકોટના ભવાની ચોકના શિવ ઉર્ફે ધવલ બકુલ વડનગરા ભાગી જતા તેની શોધખોળ હાથધરી છે.
ધોરાજી તાલુકાના ઝાંઝમેર ગામના ધવલ રસીક ચૌધરી, નિલેશ રાજેશ પરમાર અને કિરણબેન વિપુલભાઇ ઉર્ફે પુનિત ઉર્ફે જોન્ટી રવજી બગડા નામના શખ્સોનેરૂ.૪૨,૬૦૦ની કિંમતની ૧૪૨ બોટલ વિદેશી દા‚ સાથે ધરપકડ કરી છે.