અસામાજીક તત્વો સામે કડક પગલા લેવાની માંગ સાથે વેપારીઓએ બંધ પાડીને રેલી યોજી.
સુરેન્દ્રનગર જીલ્લા મા ગુનાહિત પ્રવૃત્તિ દિવસે ને દિવસે વધી જાય જાય છે ત્યારે સુરેન્દ્રનગર જીલ્લા મા ગુનાખોરો બેફામ બન્યા છે ગઈ કાલે સાંજ નાં સમયે સુરેન્દ્રનગર જીલ્લા ના થાન ના વાગડીયા મા વેપારી પાસે ખંડણી માંગી વેપારી એ ખંડણી ની ના પડતાં ફાયરિંગ કર્યું હતું ત્યારે વેપારી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા.ત્યારે ગઈ કાલે જોરાવરનગર ના લતી બજાર ના વેપારી પાસે પણ ખંડણી માગતા જોરાવરનગર લતિબજર બંધ રહી હતી
જોરાવરનગરની લાતી બજારમાં લાતી ધરાવતા વેપારી પાસે રૂપિયા ૩ લાખની ખંડણી એક શખ્સ માંગતો હતો. આથી રોષે ભરાયેલા લાતીના વેપારીઓએ લાતી બજાર બંધ રાખીને શુક્રવારે સવારે બાઇક રેલી સ્વરૂપે જોરાવરનગર પોલીસ મથકે ધસી જઇ રજૂઆતો કરી હતી. પોલીસે આ અંગે વેપારીને જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાની ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જોરાવરનગરના લાતી બજારમાં લાતી ધરાવતા અને ત્રિમૂર્તિ સ્કૂલ પાસે રહેતા વશરામભાઇ જેઠાભાઇ રવાણી પાસે મેહુલ ઉર્ફે ગડો ચકાભાઇ કોળી વારંવાર ખંડણી સ્વરૂપે રૂ. ૩ લાખની માંગણી કરતો હતો. શુક્રવારે સવારે ૮ કલાકે મેહુલે બોલાચાલી કરી વશરામભાઇને લાફો મારી ફરી ખંડણીના પૈસા માંગ્યા હતા. રોષે ભરાયેલા વેપારીઓએ સંપૂર્ણ લાતી બજાર બંધ રાખીને બાઇક રેલી સ્વરૂપે પોલીસ મથકે ધસી ગયા હતા.
વેપારીઓએ પોલીસ મથકમાં રજૂઆતો કરી ખંડણી ખોરના ત્રાસમાંથી મુક્ત કરાવવા માંગ કરી હતી. વશરામભાઇને લાફો મારી જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો મેહુલ ઉર્ફે ગડો ચકાભાઇ કોળી સામે નોંધાયો છે.વશરામભાઇએ મેહુલ સામે જાનથી મારી નાંખવાની ધમકી આપ્યાનો ગુનો દાખલ કરાવ્યો છે. મેહુલ ખંડણી શેના કારણે માંગતો હતો. તેની તપાસ હાથ ધરાઈ છે.