રૂ.૧.૩૪ લાખ રોકડા, નવ મોબાઇલ અને ચાર બાઇક મળી રૂ.૨.૬૦ લાખનો મુદામાલ કબ્જે
કુવાડવા નજીક આવેલા જીણાયા અને ત્રંબા નજીક આવેલા અણીયારી ગામની વાડીમાં જુગાર રમાતો હોવાની બાતમીના આધારે પોલીસે બંને સ્થળે દરોડા પાડી રૂ.૨.૬૦ લાખના મુદામાલ સાથે ૧૯ શખ્સોની ધરપકડ કરી છે.
જીયાણા ગામના ગોપાલ ઘોઘા ઉર્ફે ઘુસા પાનસુરીયાની વાડીમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસે દરોડો પાડી જુગાર રમતા ૧૩ શખ્સોને રૂ.૧.૮૭ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ જીયાણા ગામના ગોપાલ ઘોઘા પાનસુરીયાએ ભીમ અગીયારસ નિમિતે પોતાની વાડીમાં જુગાર રમાડતો હોવાની બાતમીના આધારે કુવાડવા પોલીસ મથકના પી.આઇ. એ.આર.મોડીયા, પી.એસ.આઇ. આર.એલ.ખટાણા, જયંતીભાઇ ગોહેલ, જયપાલસિંહ ઝાલા, કાંતીભાઇ સોઢા અને હિતેશ ગઢવી સહિતના સ્ટાફે જુગાર અંગે દરોડો પાડયો હતો.
જુગાર રમતા જીયાણાના ગોપાલ ઘોઘા પાનસુરીયા, ચકુ ડાયા રંગપરીયા, કાનજી છગન ગોહેલ, મુકેશ ધીરજ વેકરીયા, મુકેશ ઘોઘા પાનસુરીયા, રાજકોટના મણીનગરના પ્રકાશ બાબુ રામાણી, જમનાનગરના વિજયગીરી જગદીશગીરી ગૌસ્વામી, ઘનશ્યામનગરના ગોવિંદ ભીખા સરવૈયા, ઓમ શાંતિ પાર્કના દિપક રમેશ ગોહેલ, કુવાડવા ભૂપત ભીખા ગોહેલ, વાંકાનેરના ધર્મેશગીરી રાજેશગીરી ગૌસ્વામી, દલડી ગામના જયેશ રઘુ ચૌહાણ અને મોરબીના પિન્ટુ પ્રવિણ ગૌસ્વામી નામના શખ્સોની ધરપકડ કરી રૂ.૫૨,૫૫૦ રોકડા, રૂ.૨૪,૫૦૦ની કિંમતના નવ મોબાઇલ અને રૂ.૧.૧૦ લાખની કિંમતના ચાર બાઇક મળી રૂ.૧.૮૭ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ત્રંબા નજીક આવેલા અણીયારી ગામની સીમમાં જયેશ સાવલીયાની વાડીમાં ચાલતી જુગાર કલબ પર ક્રાઇમ બ્રાન્ચના પી.એસ.આઇ. એ.એસ.સોનારા, સમીરભાઇ શેખ, અનિલભાઇ સોનારા, નિલેશભાઇ ડામોર, ઘનશ્યામસિંહ ચૌહાણ અને રામભાઇ વાંક સહિતના સ્ટાફે દરોડો પાડી જુગાર રમતા સાધના સોસાયટીના જયેશ બાબુસાવલીયા ,ગણેશનગરના અનિલ રણછોડ કબોડીયા, ગોવિંદનગરના રમેશ દુદા ડોબરીયા, મેહુલનગરના મુકેશ વેલજી સોજીત્રા, રામનગરના સુરેશ તુલશી સોરઠીયા અને માસ્તર સોસાયટીના ગોવિંદ પીઠા સાકરીયા નામના શખ્સોને રૂ.૭૨ હજારની રોકડ સાથે ધરપકડ કરી છે.