૬ લાખની રોકડ અને પાંચ કાર સહીત ૨૬.૫૮ લાખનો મુદ્દામાલ જપ્ત
મોરબી જીલ્લામાં માત્ર શ્રાવણ માસ જ નહિ બારેમાસ જુગારની મોસમ જોવા મળે છે જેમાં હળવદના ચરાડવા ગામે વાડીની ઓરડીમાં ચાલતા જુગારધામ પર પોલીસે દરોડો કરીને જુગાર રમતા ૧૨ ઇસમોને દબોચી લીધા હતા જેની પાસેથી ૬ લાખની રોકડ અને ૫ કાર સહીત ૨૬.૫૮ લાખનો મુદામાલ જપ્ત કરાયો છે
મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલસીબી પીઆઈ વી બી જાડેજાની ટીમ પેટ્રોલિંગમાં હોય દરમિયાન આરોપી અનીલ હરિભાઈ સંતોકી રહે ચરાડવા વાળો તેની વાડીની ઓરડીમાં જુગાર રમાડતો હોય જે બાતમીને પગલે એલસીબી ટીમે દરોડો કર્યો હતો જેમાં જુગાર રમતા અનીલ હરિભાઈ સંતોકી રહે ચરાડવા, હિરેન જગદીશભાઈ દવે રહે રાણેકપર રોડ હળવદ, ભાવિન જગદીશભાઈ માકાસણા રહે ચરાડવા, દેવજી કાળુભાઈ ગોરિયા રહે જુના દેવળિયા, મનસુખ રતિલાલ સનારીયા રહે મોરબી, જયંતી પોપટભાઈ પારેજીયા રહે હળવદ, નિજામ કરીમ જેડા રહે નવા ઢુવા, રમેશ ચતુરભાઈ માકાસણા રહે મોરબી મહેન્દ્રનગર, નિજામ ગફુર મોવર રહે મોરબી, તાજમહમદ આદમ મોવર રહે વિસીપરા મોરબી, સુરેશ ગોરધન ચાવડા રહે ચરાડવા અને વિજય છગન માકાસણા રહે ચરાડવા એમ ૧૨ જુગારીઓને ઝડપી લીધા હતા
અને સ્થળ પરથી ૬,૦૧,૦૦૦ રોકડા, ૧૬ મોબાઈલ કીમત રૂ.૫૭૦૦૦ અને ૫ કાર કીમત રૂ.૨૦ લાખ મળી આવતા એલસીબી ટીમે કુલ ૨૬,૫૮,૫૦૦ ની કિમતનો મુદામાલ જપ્ત કરી તમામ જુગારીઓ સામે ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.