ડીવાય.એસ.પી.એચ.પી.દોશી સહિતના સ્ટાફે દરોડો પાડી રોકડ, મોબાઇલ અને ચાર વાહન મળી રૂા.26 લાખના મુદામાલ સાથે 14ને ઝડપી લીધા
મુળી તાલુકાના શેખપર ગામે આવેલા ભાજપ આગેવાનના કોલ્ડ સ્ટોરેજમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે સુરેન્દ્રનગર ડીવાય.એસ.પી. એચ.પી.દોશી સહિતના સ્ટાફે હાઇપ્રોફાઇલ જુગાર કલબ પર દરોડો પાડી 14 શખ્સોને રુા.26 લાખના મુદામાલ સાથે ધરપક કરી છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ વઢવાણ નગરપાલિકાના પૂર્વ પ્રમુખ જશુભા ઝાલાના શેખપર ગામે જીઆઇડીસી વિસ્તારમાં આવેલા એન.એસ.કોલ્ડ સ્ટોરેજમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે ડીવાય.એસ.પી. એચ.પી.દોશી સહિતના સ્ટાફે ગત મોડીરાતે જુગાર અંગે દરોડો પાડયો હતો.
કોલ્ડ સ્ટોરેજમાં જુગાર રમતા સુરેન્દ્રનગરના રવિરાજસિંહ નરેન્દ્રસિંહ ઝાલા, ઓમ રાજેશ ઉમરાણીયા, આરિમ ઝાહિર દેવાણી, અમન અમીર ખોજા, ચિન્તન જગદીશ વાણંદ, જીજ્ઞેશ રસિક બારૈયા, સંદિપ સુનિલ ધોળકીયા, યશરાજસિંહ હરીચંદ્રસિંહ રાણા, જયદીપિસિંહ મહેન્દ્રસિંહ ઝાલા, રાહુલ રમેશ વરમોરા, સમીર સુલતાન ખોજા, તેજશ રાજેશ ખોજા, આદિત્યરાજસિંહ હરપાલસિંહ ચુડાસમા અને સંજય લાલશી ગઢવી નામના શખ્સોની ધરપકડ કરી જુગારના પટ્ટમાંથી રુા.1.04 લાખ રોકડા, 14 મોબાઇલ, બે કાર અને બે બાઇક મળી રુા.26 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.
ઝાલાવડનું રાજકારણમાં ગરમાયું: જ્યાં જુગાર ચાલતું હતું તે કોલ્ડ સ્ટોરેજ રાજકીય આગેવાનનું
સુરેન્દ્રનગરના સ્ટેજ પર નજીક આવેલા ફ્રુટ પકવવાના કોલ્ડ સ્ટોરેજમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે ખુદ નાયબ પોલીસ અધિક્ષક દ્વારા જુગારધામ ઉપર રેડ કરવામાં આવી છે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવતા અને પ્રાથમિક તપાસ કરવામાં આવતા રાજકીય આગેવાનનું આ કોલ્ડ સ્ટોરેજ હોવાનું બહાર આવ્યું છે જોકે આ અંગે ફરિયાદમાં પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને આ અંગે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે સુરેન્દ્રનગર જિલ્લાના રાજકારણમાં ફરી ગરમાવો આવ્યું હોય તેવું લાગી રહ્યું છે. રાજકીય આગેવાનના કોલ્ડ સ્ટોરેજમાં ચાલતા જુગારધામ ઉપર દરોડા બાદ પોલીસ વિભાગે પણ કાર્યવાહી હાથ ધરી છે.
સ્થાનિક પોલીસ અને લોકલ ક્રાઈમ બ્રાન્ચ સુતી ઝડપાઈ
સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ અને મૂળી પોલીસ આ અંગે સૂતી ઝડપાઈ હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરેન્દ્રનગર નાયબ પોલીસ અધિક્ષક હિમાંશુભાઈ દોશી ખુદ આ રેડ પાડવા માટે ત્યાં દોડી ગયા હતા અને ત્યાં ચાલતા જુગારધામ ઉપર દરોડા પાડવામાં આવ્યા છે 14 જેટલા જુગારીયાઓની અટકાયત કરી અને અલગ અલગ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે આ અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી છે છેલ્લા ઘણા સમયથી આ જુગાર ચાલતા હોવાની ચર્ચા વહેતી થતા આ અંગે પણ તપાસ કામગીરી હાથ ધરવામાં આવી છે.