રોડક, વાહનો અને નવ મોબાઇલ મળી રૂ ૮.૭૪ લાખનો મુદ્દામાલ કબ્જે
લોધીકા તાલુકાના મોટાવડા ગામની સીમમાં ફાર્મ હાઉસમાં ચાલતી જુગાર કલબ પર પોલીસે દરોડો પાડી જુગાર રમતા રાજકોટના દંપતિ સહીત ૯ પત્તાપ્રેમીને દબોચી લીધા હતા જુગારના પટમાંથી રૂ ૧.૧૩ લાખની રોકડ, ત્રણ વાહનો અને નવ મોબાઇલ મળી કુલ રૂ ૮.૭૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.પોલીસમાંથી પ્રાપ્ત વિગત રાજકોટના આનંદનગરમાં રહેતા અનિરુઘ્ધસિંહ દિલીપસિંહ જાડેજાના લોધીકાના મોટાવડામાં આવેલ પિતૃકૃપા ફાર્મ હાઉસમાં જુગાર કલબ ચાલતી હોવાની બાતમીના આધારે લોધીકાના પીએસઆઇ ગઢવી સહીતના સ્ટાફે દરોડો પાડયો હતો.
દરોડા દરમિયાન જુગાર રમતા અનિરુઘ્ધસિંહ જાડેજા, કાલાવડના મેટીયાના ચંદુભા બચુભા જાડેજા, ઉપલેટાના મેરામ સોમાયત આહીર, અને કાના સામત રબારી, પડધરીના સરપદડના પ્રવિણ મનજી જાવીયા, રાજકોટના સુંદરર પાર્કના કિશોર નારણ આહીર અને અનમોલ પાર્કના વિક્રમ મોની રબારી તેની પત્ની મનુબેન વિક્રમ રબારી અને કાલાવડના કાળ મેધડાના સુલ્તાન કાસમ સહીતનાને દબોચી લીધા હતા. જુગારના પટમાં રહેલી રૂ ૧.૧૩ લાખની રોકડ ત્રણ વાહનો અને નવ મોબાઇલ મળી કુલ રૂ ૮.૭૪ લાખનો મુદામાલ કબ્જે કર્યો હતો. પીએસઆઇ બી.ડી. ચૌહાણ સહીતના સ્ટાફે ફરીયાદના આધારે વધુ તપાસ હાથ ધરી છે.