સ્થાનિક પોલીસને અંધારામાં રાખી એલસીબીએ દરોડો પાડતા પોલીસબેડામાં ચકચાર: રોકડ, વાહન અને મોબાઇલ મળી રૂ.૨૬.૨૪ લાખનો મુદામાલ કબ્જે: રાજકોટના નામચીન શખ્સો જુગાર રમવા પહોચ્યા હતા
ગોંડલ તાલુકાના નાના ઉમવાડા ગામે જુગારની કલબ ચાલતી હોવાની બાતમીના આધારે રૂરલ એલસીબીએ દરોડો પાડી રાજકોટના નામચીન શખ્સો સહિત દસ શખ્સોને રૂા.૨૬.૨૪ લાખના મુદામાલ સાથે ધરપકડ કરી છે. ગોંડલ તાલુકા પોલીસને અંધારામાં રાખી એલસીબીએ જુગાર અંગે કવોલિટી કેસ કરતા સ્થાનિક પોલીસમાં ખળભળાટ મચી ગયો છે.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ગોંડલના ભવનાથ સોસાયટીમાં રહેતા વિજયસિંહ મંગળસિંહ મંગળુભા ઝાલાની નાના ઉમવાડા ગામે આવેલી વાડીમાં ગોંડલના રામજી મંદિર પાસે રહેતા યુવરાજસિંહ ઉર્ફે ભૂપી જયરાજસિંહ જાડેજા અને ગોંડલના મહાદેવવાડીમાં રહેતા કમલેશ કેશુ સાટોડીયાએ જુગાર કલબ ચલાવતા હોવાની એલસીબી પી.આઇ. એમ.એન.રાણાને મળેલી બાતમીના આધારે જુગાર અંગે દરોડો પાડવામમાં આવ્યો હતો.
એલ.સી.બી.સ્ટાફે જુગાર રમતા વિજયસિંહ મંગળસિંહ ઝાલા, કમલેશ કેશુ સાટોડીયા, યુવરાજસિંહ ઉર્ફે ભુપી જાડેજા, રાજકોટ સમૃધ્ધિપાર્કના અતુલ વિરજી ગજેરા, રાજકોટના રાજનગર ચોક પાસેના જયપાર્કના સાગર ભરત વસોયા, માંગરોળના નાગા એભા મેર, રાજકોટ ગોપાલનગર શેરી નંબર ૭ના જગદીશ વસંત બગડાઇ, કાંગશીયાળીના અજય બાબુ બગડાઇ, નાના મવા રોડ અક્ષર વાટિકાના પિયુશ રવજી પટેલ અને રામેશ્ર્વર પાર્ક પીપળીયા હોલ પાસેના સમીર મનુ સોરઠીયા નામના શખ્સોની ધરપકડ કરી છે.
એલ.સી.બી. સ્ટાફે જુગારના પટ્ટમાંથી રૂા.૩ લાખ રોકડા, આઠ મોબાઇલ અને ત્રણ કાર મળી રૂા.૨૬.૨૪ લાખનો મુદામાલ કબ્જે કયો૪ છે. જુગાર દરોડામાં એલસીબી પી.આઇ. એમ.એન.રાણાની સાથે હેડ કોન્સ્ટેબલ મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા, અનિલભાઇ ગુજરાતી, બ્રિજરાજસિંહ જાડેજા, રવિ દેવુભાઇ બારડ, મયુરસિંહ જાડેજા અને અનિરૂધ્ધસિંહ જાડેજા જોડાયા હતા.