ચાઈનીઝ કાર્બાઈડના ૨૦૦ પેકેટનો પણ નાશ કરાયો: ‚રૂ .૧૦ હજારનો દંડ ફટકારાયો
રાજકોટ મહાનગરપાલિકાની આરોગ્ય શાખા સંલગ્ન ફૂડ વિભાગ દ્વારા આજે શહેરના જૂના માર્કેટ યાર્ડમાં ફળના જાણીતા વેપારી લાભુ પાંચાના ગોદામમાં દરોડો પાડવામાં આવ્યો હતો જેમાં કાર્બાઈડી પકવેલી અને અખાદ્ય એવી ૩૦૦૦ કિલો કેરીના જથ્ાનો નાશ કરી ‚ા.૧૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતો.
આ અંગે વધુ માહિતી આપતા નાયબ આરોગ્ય અધિકારી ડો.પંકજ રાઠોડે જણાવ્યું હતું કે, આજે ફૂડ શાખા દ્વારા શહેરના જૂના માર્કેટીંગ યાર્ડમાં આવેલા રાજેનભાઈ પાંચભાઈના માલીકીના શ્યામ ફૂડ કંપની દુકાન નં.એફ-૨માં ચેકિંગ હા ધરવામાં આવ્યું હતું જેમાં કાર્બાઈડી પકાવેલી કેરીના ૨૦૦ જેટલા બોકસ મળી આવ્યા હતા. ચેકિંગ દરમિયાન ૩૦૦૦ કિલો અખાદ્ય કેરીનો જથ્ો નાશ કરવામાં આવ્યો હતો અને ૨૦૦ જેટલી ચાઈનીઝ કાર્બાઈડની પડીકીનો પણ નાશ કરી રાજેશનભાઈ પાંચાભાઈ નામના આસામી પાસેી ‚ા.૧૦ હજારનો દંડ વસુલ કરવામાં આવ્યો હતા.
તેઓએ વધુમાં ઉમેર્યું હતું કે, કાર્બાઈડી પકાવેલી કેરી ખાવાી મોઢામાં ચાંદા પડે છે, આંતરડાની બીમારી ાય છે અને લાંબાગાળે પેટનું કેન્સર વાની પણ સંભાવના જણાય છે. લોકોને કાચી કેરી લઈ ઘેર પકાવીને ખાવા માટે આરોગ્ય શાખાએ તાકીદ કરી છે. આગામી દિવસોમાં પણ કાર્બાઈડી કેરી પકવતા વેપારીને ત્યાં દરોડાની કામગીરી ચાલુ રાખવામાં આવશે તેમ આરોગ્ય અધિકારીએ જણાવ્યું છે.