લાઇસન્સ અને હાઇજેનીંક સબબ રોયલ કેળા, ગોલ્ડ કેળા, ગોલ્ડ ફ્રૂટ્સ, એસએસએસ કેળા અને ભારત ફ્રૂટ્સને નોટિસ
પવિત્ર શ્રાવણ માસમાં ઉપવાસ અને એકટાંણા ભાવિકો દ્વારા કરવામાં આવતા હોય કેળા સહિતના ફ્રૂટ્સનો ઉપાડ વધુ માત્રામાં રહે છે. કોર્પોરેશનની ફૂડ વિભાગ દ્વારા અલગ-અલગ ત્રણ ટીમો બનાવી ચેકીંગ ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. જે અંતર્ગત ફળોના 10 ગોડાઉનમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું અને 6 પેઢીઓને નોટિસ આપવામાં આવી હતી. કોઠારીયા રોડ પર નંદા હોલ પાસે વિશ્ર્વાસ કેળા, જલારામ ફ્રૂટ્સ અને યશ ફ્રૂટ્સમાં ચેકીંગ હાથ ધરાયું હતું.
જ્યારે દૂધ સાગર રોડ પર વિશ્ર્વાસ ફ્રૂટ્સમાં પણ ચકાસણી હાથ ધરવામાં આવી હતી. જ્યારે રૈયાધાર રોડ પર શાસ્ત્રીનગર પાસે ગોલ્ડ કેળા, માધાપર ચોકડી પાસે યોગી ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં ગોલ્ડ ફ્રૂટ્સ, એસએસએસ કેળા અને એચએચએસ કેળા જ્યારે સદરમાં ભારત ફ્રૂટ્સમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. લાઇસન્સ અને અનહાજેનીંગ ક્ધડીશન સબબ તમામ નોટિસ ફટકારવામાં આવી છે.