અંબા ભવાની બેકરીની વાસી ૮૦ કિલોબ્રેડનો તેમજ ઈન્ડિયા બેકરીની બ્રેડ, ટોસ સહિત ૧૬૭ કિલો અખાદ્ય જથ્થાનોનાશ કરાયો
આરોગ્ય વિભાગના અધિકારીઓ દ્વારા શહેરમાંઅલગ અલગ બે બેકરી સ્ટોર પર આજે દરોડા પાડવામાં આવ્યા હતા. જેમાં અંબા ભવાની બેકરીકોઠારીયા રોડ અને ઈન્ડિયા બેકરી હાથીખાના-૬ રાજકોટ પર આરોગ્ય વિભાગે ચેકિંગ હાથ ધર્યું હતું. ડિસેમ્બર માસ દરમિયાન કેક અને પેસ્ટ્રીનો ઉપયોગ અને વેંચાણ મોટા પ્રમાણમાં થતો હોય. રાજકોટ મહાનગર પાલિકાની ફૂડ શાખા દ્વારા આજરોજ બે બેકરીની ચકાસણી હાથ ધરવામાં આવી હતી.
આરોગ્ય અધિકારી પી.પી.રાઠોડના જણાવ્યાનુસાર આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આજે બે બેકરી પર દરોડા પાડવામાં આવ્યાહતા. ડિસેમ્બર માસ દરમિયાન કેક અને પેસ્ટ્રીનું મોટા પ્રમાણમાં વેંચાણ થતું હોય જેને લઈ લોકોના આરોગ્ય જોખમાય નહીં તેથી અંબા ભવાની બેકરી અને ઈન્ડિયા બેકરી પરચેકિંગ ડ્રાઈવ હાથ ધરાઈ હતી.
જેમાં બેકરીમાં હાઈજેનીક કંડીશન, બેકરી ફૂડ લાયસન્સ ધરાવે છે કે કેમ, કેક તથા પેસ્ટ્રીના ઉત્પાદન દરમિયાન અખાદ્ય કલરનો ઉપયોગ કરવામાં આવે છે કે કેમ આ બધી વસ્તુની ચકાસણી કરવામાંઆવી હતી.
ચકાસણી હાથ ધરતા કોઠારીયા રોડ પર અંબાભવાની બેકરીમાં વાસી અને એકસ્પાયરી બ્રેડ મળી આવી હતી. આ ૮૦ કિલો જેટલી બ્રેડનો નાશ કરવામાં આવ્યો હતો તેમજ કેક પેસ્ટ્રીના નમુના લઈ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.
તેમજ હાથી ખાના-૬માં આવેલ ઈન્ડિયા બેકરી બ્રેડ, ટોસ્ટ સહિત અખાદ્યપદાર્થો મળી આવ્યા હતા અને કુલ ૧૬૭ કિલો ગ્રામનો નાશ કરવામાં આવ્યો હતો અને કેકપેસ્ટ્રી, નાનખટાઈના નમૂના લઈ પરિક્ષણ માટે મોકલવામાં આવ્યા છે.