ટ્રાફિકની સમસ્યા હલ કરવા માટે શહેરના ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે કોર્પોરેશન દ્વારા ફલાય ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે. બ્રિજના પીલર અને રીટેઈનીંગ હોલ માટે ખોદકામ શ‚ કરવામાં આવતા મુખ્ય રસ્તો બંધ કરી સર્વિસ રોડ આજી ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેના કારણે ટ્રાફિક જામની સમસ્યા સર્જાઈ રહી છે. બ્રિજનું ખાતમુહૂર્ત ૩ માસ પહેલા કરાયા બાદ આજી મુળ કામ શ‚ કરવામાં આવ્યું છે.
કોર્પોરેશનની વેસ્ટઝોન કચેરીના સિટી એન્જીનીયર ભાવેશ જોશીના જણાવ્યાનુસાર ૧૫૦ ફૂટ રીંગ રોડ પર રૈયા જંકશન ખાતે ફલાય ઓવરબ્રિજ બનાવવાનું કામ ચાલી રહ્યું છે જેમાં રૈયા ચોકી નાણાવટી ચોક પશ્ર્ચિમ બાજુએ ફલાય ઓવરબ્રિજના પીયર તા રીટેઈનીંગ ઓલનું ખોદાણ કામ આજી શ‚ કરવામાં આવ્યું છે. આ કામગીરી દરમિયાન ગાળામાં નવા બનાવવામાં આવેલા સર્વિસ રોડનો વાહન ચાલકોએ ડાઈવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, રૈયા ચોકડી ખાતે દિવસ દરમિયાન સતત ટ્રાફિકજામની સમસ્યા સર્જાય છે ત્યારે મુખ્ય રોડ બંધ કરી દેવાતા સર્વિસ રોડ શ‚ કરવામાં આવતા આજે સવારી ટ્રાફિકની સમસ્યા વકરી હતી. કાળઝાળ ગરમીમાં કલાકો સુધી ટ્રાફિકજામ સર્જાતા વાહન ચાલકો ત્રાહિમામ પોકારી ગયા છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મોદી સ્કુલ પાસેી નાણાવટી ચોકી આગળના ભાગ સુધીના વિસ્તારમાં ફલાય ઓવરબ્રિજ બનાવવામાં આવી રહ્યો છે. તો બીજી તરફ મવડી ચોકડી ખાતે પણ આવા એક ફલાય ઓવરબ્રિજના નિર્માણ કામ ચાલી રહ્યું છે. ૧૫૦ ફૂટ રીંગ રોડ પર આ બે બ્રિજનું કામ પૂર્ણ તા કુલ ૩ બ્રિજ કાર્યરત ઈ જશે. હવે એક માત્ર નાના મવા સર્કલ ખાતે બ્રિજ બનાવવાનું કામ બાકી રહેશે.રૈયા ચોકડી અને મવડી ચોકડી ખાતે બની રહેલા ફલાય ઓવરબ્રિજનું કામ દોઢ વર્ષની સમયમર્યાદામાં પૂર્ણ કરવાનું છે.બ્રિજની નિયત કરેલી ડિઝાઈનમાં પણ તાજેતરમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને લંબાઈ ૫૦ મીટર સુધી વધારવામાં આવી છે.