અધિક આસો સુદ સાતમ ને બુધવારે તારીખ ૨૩/ ૯ ના સવારે ૧૦:૦૦ કલાકે રાહુ વૃષભ રાશિમાં પ્રવેશ કરશે. અને કેતુ વૃશ્ચિક રાશિમાં પ્રવેશ કરશે. જે દોઢ વરસ રાહુ વૃષભ રાશિમાં અને કેતુ વૃશ્ચિક રાશિમાં રહેશે. રાહુ માં શેરબજાર, સટ્ટો યાત્રા, તીર્થ યાત્રા, આત્મસન્માન,આધ્યાત્મ શત્રુ,દુર્ઘટના, ગેરકાનૂની કામ, રાજકારણ પર રાહુનું પ્રભુત્વ રહેલ છે. જ્યારે કેતુ માં કારાવાસ, ધર્મ, ધાર્મિક સ્થળ પર કેતુ નું પ્રભુત્વ છે.
રાશિ પ્રમાણે ફળકથન
મેષ: મેષ રાશિના જાતકોને રાહુ બીજા સ્થાનેથી પસાર થશે.વાણી વ્યવહારમાં સાવચેતી રાખવી, કુટુંબ સાથે સારો મેળાપ રહે, વિલ વારસાગત પ્રશ્નો ઉદ્ભવે, છુપા શત્રુનું જોર વધે, વ્યાપારમાં સાવચેતી રાખવી.
વૃષભ: વૃષભ રાશિના જાતકોને રાહુ દેહભુવનમાંથી ભુવનમાંથી પસાર થશે, માનસિક ટેન્શન રહે, દાંપત્યજીવનના પ્રશ્નો ઉદ્ભવે, ધાર્મિક યાત્રા થાય.
મિથુન: મિથુન રાશિના જાતકોને રાહુ બારમા સ્થાને થી પસાર થાય. ખોટા ખર્ચામાં વધારો થાય,ખોટા ખર્ચાથી બચવું,શત્રુમાં વધારો થાય, ખોટી દોડધામ થાય, શેર-સટ્ટાથી બચવું.
કર્ક : કર્ક રાશિના જાતકોને બારમા રાહુ માંથી રાહત મળશે, લાભ સ્થાનમાંથી રાહુ આવશે, વાર્ષિક આવકમાં વધારો નોંધાય,મોટા ભાઈ બહેનો સાથે મેળ વધવાની શક્યતા છે, અચાનક કોઈ લાભ મળવાની શક્યતા છે.
સિંહ : સિંહ રાશિના જાતકોને રાહુ કર્મ ભુવનમાંથી પસાર થશે. વ્યાપારમાં વધારો નોંધાઈ, કોમ્પ્યુટર તથા નવી ટેકનોલોજીના વ્યાપારી ને વ્યાપારમાં ધ્યાન આપવાથી પ્રગતિ થાય, નોકરિયાત વર્ગને ફાયદો, જમીન-મકાનનાં પ્રશ્નો ઉદ્ભવી શકે છે.
કન્યા: કન્યા રાશિના જાતકોને રાહુ ભાગ્ય ભુવનમાંથી પસાર થશે. રાહુ આપને ધર્મ આધ્યાત્મ ક્ષેત્રે આગળ વધારે, ભાગ્યોદય થાય, નાના ભાઈ બહેનો સાથે અણબનાવ બને નહીં તેનું ધ્યાન રાખવું, આપનું ભાગ્ય આપને સાથ આપશે જો જન્મના ગ્રહો સારા હશે તો.
તુલા : તુલા રાશિના જાતકોને આઠમા સ્થાનેથી રાહુ પસાર થશે. વિલ વારસાના પ્રશ્નો ઉદ્ભવે,વાહન ધીમે હંકારવું,અકસ્માતના યોગ ખરાબ, વારસાગત વ્યાપારમાં સાવચેતીપૂર્વક વ્યાપાર કરવો.
વૃશ્ચિક: વૃશ્ચિક રાશિના જાતકોને સાતમા સ્થાનેથી રાહુ પસાર થશે. સ્વભાવ શાંત રાખો, ભાગીદારીના વ્યાપારમાં સાવચેતી રાખવી,નવી ભાગીદારી ના યોગખરા. વિવાહમાં વિલંબ થાય.
ધન: ધન રાશિના જાતકોને છઠ્ઠા સ્થાનેથી રાહુ પસાર થશે. શત્રુ પર વિજય મળે, ખોટા ખર્ચા થી બચવું, નોકરિયાત વર્ગને પ્રમોશન મળે.
મકર: મકર રાશિના જાતકોને પાંચમા સ્થાને થી રાહુ પસાર થશે. સાથે મોટી પનોતી પણ ચાલુ છે આથી સાવચેત રહેવું, શેર-સટ્ટાથી દૂર રહેવું, ખોટા મિત્રોથી દૂર રહેવું, વિદ્યાર્થી વર્ગ અભ્યાસમાં ધ્યાન આપે તો સારું રીઝલ્ટ આવશે.
કુંભ : કુંભ રાશિના જાતકોને રાહુ સુખ ભુવનમાંથી પસાર થશે. ચોથા સ્થાને થી રાહુ પસાર થશે. જમીન-મકાનની ખરીદીમાં સાવચેતી રાખવી, પોતાના ઘરના સભ્યો સાથે હળી મળીને રહેવું, બીમારીનો સામનો કરવો પડે.
મીન : મીન રાશિના જાતકોને રાહુ ત્રીજા સ્થાને થી પસાર થશે. જેટલી મહેનત કરશો કેટલું સારું ફળ મળશે, નાનો પ્રવાસ થાય, મહેનતનું ફળ પૂરતું મળે, નવીન તક મળે.
ખાસ કરીને રાહુ મિથુન રાશિના જાતકોને બારમેથી ,તુલા રાશિના જાતકોને આઠમેથી અને કુંભ રાશિના જાતકોને રાહુ ચોથા સ્થાનેથી પસાર થશે .આથી તેઓએ દરરોજ અથવા દર સોમવાર અને બુધવારે મહાદેવજીને કાળા તલ ચડાવવા, રાહુનુ દાન, કાળુ કાપડુ કાળા તલ નું દાન, મહાદેવ પાસે બુધવારે મૂકવું, મહાદેવજીની ઉપાસના કરવી, શિવ ચાલીસાના પાઠ કરવા, ઓમ નમ: શિવાય ના જપ કરી શકાય, રાહુના જાપ કરાવી શકાય જેનાથી રાહુલ પીડામાંથી રાહત મળશે. ભારત ની રાશિ કુંડળી પ્રમાણે રાહુ છઠ્ઠા સ્થાનેથી પસાર થશે. જે ભારતના શત્રુઓને હંફાવશે. શત્રુ પર વિજય મળે. તારીખ ૨૩ /૯ ત્યારબાદ દિવાળી આસપાસ કોરોના ની બીમારી ના કોઈ રાહતના સમાચાર મળવાની શક્યતા છે. ભારતના લોકોના ખર્ચમાં વધારો અથવા ફુગાવામાં પણ વધારો નોંધાશે.