ત્રણ કોંગી નેતાઓ સામે અમેઠી પોલીસ સ્ટેશનમાં વિવિધ આઇ.પી.સી. હેઠળ ગુનો દાખલ
રાહુલ સમર્થકોના રામના ‘વાઘા’ મોંઘા પડયા છે. એન્ટી મોદી પોસ્ટર સામે ફરીયાદ દાખલ કરવામાં આવી છે. જી હા, મોદી વિરોધી પોસ્ટર લગાડનાર કોંગ્રેસના ૩ નેતા વિ‚ઘ્ધ ફરીયાદ (એફ.આઇ.આર.) થઇ છે. ઉત્તરપ્રદેશના અમેઠી જીલ્લાના પલનવા પોલીસ સ્ટેશને એન્ટી મોદી પોસ્ટર લગાવવા બદલ કોંગ્રેસના ૩ લોકલ નેતાઓ સામે ફરીયાદ નોંધી છે. હવે તેમને સામે કાયદેસરની કાર્યવાહી થશે.
અમેઠીના એસ.પી. દુબેએ જણાવ્યું કે રેલવે સ્ટેશન નજીક એક હોર્ડિગ પર મોદી વિરોધી પોસ્ટર અંગે અમને બીજીપી દ્વારા ફરીયાદ મળી છે. જેના પગલે એફ.આઇ.આર. નોધવામાં આવી છે. ફરીયાદમાં આરોપી તરીકે અભય શુકલા, નરેંદ્ર સિંઘ અને રામકુમાર સામે વિવિધ આઇ.પી.સી. હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. નરેંદ્ર તે લોકલ કોંગી નેતા છે આ પોસ્ટર તેના જ ભેજાની ઉપજ છે. બીજેપીએ આ મામલે રાહુલ ગાંધીની માફીની માગ કરી છે જો કે હજુ સુધી રાહુલે કોઇ જ પ્રતિક્રિયા આપી નથી. તેઓ મોઢું ખોલશે.