“રાજા” ને છાજે તેવો વિજય !!!
પંજાબની ૯૭ રનથી રોયલ જીત મેળવી: રાહુલે ૧૪ ચોગ્ગા અને ૭ છગ્ગા સાથે ૧૩૨ બનાવ્યા
ગુજરાતીમાં બહુ પ્રખિયાત એક ઉક્તિ છે કે, “કાબે અર્જુન લુટિયો વહી ધનુષ વહી બાણ” આ ઉક્તિ જેવીજ સ્થિતિ બેંગલોર ની પંજાબ સામેની મેચ દરમિયાન વિરાટ કોહલીની થઈ હતી. આઇપીએની છઠ્ઠી મેચ પંજાબ અને બેંગલોર વચ્ચે રમાઈ હતી. જેમાં પંજાબ ૯૭ રનથી રોયલ જીત મેળવી હતી. વિરાટ કોહલીએ કે એલ રાહુલના આસન બે કેચ છોડ્યા હતા. જે બેંગલોર માટે નુકસાન રૂપ સાબિત થયો છે. વિરાટ કોહલી દ્વારા આસાન કેચ છોડતા કાબે અર્જુન જેવી સ્થિત વિરાટ ની થઈ હતી. કોહલી દ્વારા છોડાયેલા બે કેચ તેમને આખી જિંદગી યાદ રહી જશે. ત્યારે કોહલીએ કે એલ રાહુલના બે કેચ મુક્યા બાદ રાહુલે ધુઆદાર બેટિંગ કરી હતી. જે બેંગ્લોરને ખૂબ નડયું હતું. બેંગલોર સામે પંજાબે એક રાજાને સાજે જેવી રોયલ ૯૭ રન થી જીત મેળવી હતી.
કિંગ્સ ઇલેવન પંજાબે આઇપીએલની ૧૩મી સીઝનની છઠ્ઠી મેચમાં દુબઈ ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે રોયલ ચેલેન્જર્સ બેંગલોરને ૯૭ રને હરાવ્યું હતું. પંજાબે ટોસ હાર્યા બાદ બેટિંગ મળ્યું હતું. જેમાં પંજાબે ૨૦ ઓવરમાં ૩ વિકેટે ૨૦૬ રન કર્યા હતા. ત્યારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર ૧૦૯ રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. રનની તુલનામાં પંજાબની આ બીજી સૌથી મોટી જીત હતી. આ પહેલાં તેણે ૨૦૧૧માં બેંગલોરને જ ૧૧૧ રને હરાવ્યું હતું. કેપ્ટન વિરાટ કોહલીએ ૨ વાર રાહુલનો કેચ છોડ્યો હતો. પ્રથમ કેચ ૧૭મી ઓવરમાં સ્ટેનની બોલિંગમાં છોડ્યો હતો. ત્યારે રાહુલ ૮૩ રને રમતો હતો. પછી ૧૮મી ઓવરમાં નવદીપની બોલિંગમાં ફરી ભૂલ કરી. ત્યારે રાહુલ ૮૯ રને હતો. પરિણામ એ આવ્યું કે રાહુલે છેલ્લા ૯ બોલમાં ૪૨ રન ફટકાર્યા. એમાં ૫ છગ્ગા અને ૩ ચોગ્ગા સામેલ હતા.
રનચેઝમાં બેંગલોરની શરૂઆત નિરાશજનક રહી હતી. તેમણે ૪ રનમાં ૩ વિકેટ ગુમાવી દીધી હતી. ઓપનર દેવદત્ત પડિક્કલ ૧ રને કેચ આઉટ થયો હતો. ત્રીજા ક્રમે રમવા આવેલો જોશ ફિલિપ શૂન્ય રને મોહમ્મદ શમીની બોલિંગમાં એલ બી ડબ્લ્યુ થયો હતો, જ્યારે વિરાટ કોહલી ૧ રને આઉટ થયો હતો. જ્યારે આરોન ફિન્ચ રવિ બિશ્નોઇની બોલિંગમાં બોલ્ડ થયો હતો. તેણે ૨૧ બોલમાં ૩ ફોર મારીને ૨૦ રન કર્યા હતા. ફિન્ચ પછી એબી ડિવિલિયર્સે ૧૮ બોલમાં ૪ ફોર અને ૧ સિક્સની મદદથી ૨૮ રન કર્યા હતા. કિંગ્સ ઇલેવન પંજાબે કેપ્ટન લોકેશ રાહુલ શાનદાર ઇનિંગ્સ રમ્યો હતો. રાહુલે ૬૯ બોલમાં ૧૪ ફોર અને ૭ સિક્સની મદદથી ૧૩૨ રન કર્યા હતા. આ લીગમાં ભારતીય દ્વારા સૌથી મોટો સ્કોર છે તેમજ રાહુલ ટૂર્નામેન્ટમાં સૌથી ઝડપી ૨ હજાર રન પૂરા કરનારો ભારતીય બન્યો છે. બેંગલોર માટે શિવમ દુબેએ ૨ અને યુઝવેન્દ્ર ચહલે ૨ વિકેટ લીધી હતી. ઓસ્ટ્રેલિયન ક્રિકેટર અને કમેન્ટેટર ડીન જોન્સના અચનક હૃદય હુમલાથી મુંબઈ ખાતે મૃત્યુ થયું છે. ત્યારે તેમને શ્રદ્ધાંજલિ આપવા આઈપીએલની મેચ દરમીયાન બધા પ્લેયારો હાથ પર કાળી રીબીન બાંધી શોક વ્યક્ત કરશે.