સોમનાથ મંદીરના રજીસ્ટરમાં રાહુલની નોન-હિન્દુ તરીકે એન્ટ્રી બાબતે બબાલ
સોમનાથ મંદીરના દર્શન વખતે એન્ટ્રી રજીસ્ટરમાં રાહુલ ગાંધીનું નામ બિનહિન્દુ તરીકે લખાયું હોવાની બાબતે આક્ષેપબાજીનો દોર શરુ થયો છે. રાહુલ ગાંધી હિન્દુ જ નહીં પરંતુ જનોઇધારી હિન્દુ હોવાની સ્પષ્ટતા કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવકતા રણદીપ સુરજેવાલએ કરી છે.
ગુજરાતમાં રાહુલનો ચુંટણી પ્રચાર દર વખત કરતાં અલગ રહ્યો છે. રાહુલે શ‚આતથી જ ભાજપના કેશરીયા ગઢમાં ગાબડુ પાડવાના પ્રયત્નો કર્યા છે.
રાહુલે રેલીઓની શરુઆત ધાર્મિક સ્થળોએ શીશ ઝુકાવીને કરી છે. રાહુલની યાત્રામાં ધાર્મિક સ્થળોએ રોકાણની સંખ્યા પણ દર વખત કરતા વધુ છે. પરિણામે રાહુલનો પ્રચાર વધુને વધુ હિન્દુ મતોને અંકે કરવા માટેનો હોવાનું કહેવાય છે.
બીજી તરફ ગઇકાલે સોમનાથ દાદાના દર્શન સમયે રજીસ્ટ્રરમાં થયેલ એન્ટ્રીના કારણે ભાજપ રાહુલ ગાંધીના ધર્મ ઉપર આંગળી ઉઠાવી રહ્યો છે.
જયારે કોંગ્રેસે ભાજપ ભગવાનના નામે હલકી રાજનીતી કરતો હોવાનો આક્ષેપ કરી રહી છે.
સોમનાથ મંદીરના દર્શન પછી રાહુલ ગાંધીને મંદીર સમીતી તરફથી એક વિઝિટર બુક આપવામાં આવ્યું હતું. જેમાં તેમણે પોતાનું નામ, એડ્રેસ અને વેરી ઇન્સ્થાયરીૅગ એટલે ઇશ્ર્વરીય અનુભુતિન સ્થાન લખ્યું હતું. એ પછી ભાજપે નકલી રજીસ્ટ્રર એન્ટ્રી જાહેર કરી વિવાદ ઉભો કર્યો હોવાનો આક્ષેપ રણદીપ સુરજેવાલાએ કર્યો છે.
બીજી તરફ ભાજપના પ્રવકતા સમ્બીત પાત્રાએ જણાવ્યું છે કે રાહુલ ગાંધીની નોન-હિન્દુ તરીકેની એન્ટ્રી અંગે કોંગ્રેસે ખુલાસો કરવો જોઇએ કોંગ્રેસ દ્વારા આ ષડયંત્ર ભાજપે રચયું હોવાના આક્ષેપ થઇ રહ્યો છે ,જો કે રજીસ્ટર ઉપર કોંગ્રેસના મીડીયા કોર્ડીનેટર મનોજ ત્યાગીના હસ્તાક્ષર છે. જેથી ભાજપનું ષડયંત્ર હોય તેવું કંઇ રીતે કહી શકાય.
સોમનાથ મંદીરના રજીસ્ટરમાં રાહુલ ગાંધીને નોન-હિન્દુ દર્શાવવા બાબતે થયેલા વિવાદ બાદ હવે આક્ષેપબાજીનો દોર શરુ થયો છે. ભાજપ અને કોંગ્રેસ એકબીજા પર આક્ષેપો કરી રહ્યાં છે. આ મામલે સમગ્ર દેશમાંથી પ્રતિક્રિયાઓ આવી રહી છે.