ફેસબૂક ડેટા લીકમાં સંડોવાયેલી કેમ્બ્રિજ એનાલીટીકા અને રાહુલ ગાંધી વચ્ચે મીટીંગ થઈ હોવાના આક્ષેપ
૨૦૧૯ લોકસભા ચૂંટણી માટે ૨૦૧૭માં કેમ્બ્રિજ એનાલીટીકાના સીઈઓ દ્વારા કોંગ્રેસને ડેટા ડ્રાઈવીન કેમ્પેઈન માટે યેલી ઓફરને ફગાવાઈ ’તી
તાજેતરમાં ફેસબુકના ડેટા યુનાઈટેડ કિગડમ સ્થિતિ કંપની કેમ્બ્રિજ એનાલીટીકા દ્વારા ગેરકાયદે શેયર કરાયા હોવાના કૌભાંડનો ઘટસ્ફોટ થયા બાદ વિશ્ર્વ હચમચી ગયું હતું. પ્રારંભીક તબકકે આ ડેટાનો ઉપયોગ ડોનાલ્ડ ટ્રમ્પે અમેરિકાની ચૂંટણીમાં કર્યો હોવાના આક્ષેપ થયા હતા. અલબત હવે કેમ્બ્રિજ એનાલીટીકાના કૌભાંડના છેડા ભારતમાં પણ ખુલી રહ્યાં છે. વર્ષ ૨૦૧૭ના ઓગષ્ટ મહિનામાં કેમ્બ્રિજ એનાલીટીકાએ કોંગ્રેસને ડેટા ડ્રાઈવીન કેમ્પેઈન માટે ઓફર કરી હોવાનો ઘટસ્ફોટ થયો છે.
કેમ્બ્રિજ એનાલીટીકાના ડેટા ડ્રાઈવીન કેમ્પેઈનના માધ્યમી ચૂંટણીમાં મતદારોના રાજકીય વલણ ઉપર અસર પાડી શકાય તેમ હતી. કેમ્બ્રિજ એનાલીટીકા આ કેમ્પેઈન રૂ.૨.૫ કરોડમાં કોંગ્રેસને ઓફર કર્યું હતું. જો કે, કોંગ્રેસે આ ઓફર સ્વીકારી ન હોવાનું જાણવા મળી રહ્યું છે. જે તે સમયે કેમ્બ્રિજ એનાલીટીકાના સીઈઓ એલેકઝાન્ડર નીકસ આ ઓફર લઈને રાહુલ ગાંધીને મળ્યા હતા. તે સમયે પૂર્વ કેન્દ્રીય મંત્રી જયરામ રમેશ અને પી.ચિદમ્બરમ્ પણ હાજર હતા.
યુ.કે.ની કેમ્બ્રિજ એનાલીટીકા દ્વારા અમેરિકાની ચૂંટણીમાં લોકોના વલણ પર અસર પહોંચાડવા ફેસબુક ડેટાના ઉપયોગ કર્યો હોવાનો આક્ષેપ છે. ફેસબુક ડેટા અને ટ્વીટરની પોસ્ટના માધ્યમી મતદારોનું વલણ જાણી શકાય છે. તેમના વલણ ઉપર અસર પહોંચાડી કયાં પક્ષને મત આપવા તે તરફ દોરી પણ શકાય છે. જો કે, આ પ્રક્રિયા ખૂબજ લાંબી અને જટીલ છે. માટે કેમ્બ્રિજ એનાલીટીકાએ કરોડો લોકોના ડેટા એકઠા કર્યા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
૨૦૧૭માં કોંગ્રેસને કેમ્બ્રિજ એનાલીટીકાએ પોતાના ડેટા ડ્રાઈવીન કેમ્પેઈનની ઓફર કરી હતી. જેના માધ્યમી મતદારો કયા પક્ષ તરફ ઝુકાવ ધરાવે છે તે જાણી શકાય તેમ હતું. આ કેમ્પેઈન મતદારોનું વલણ બદલવા અસરકારક હોવાનું માનવામાં આવી રહ્યું હતું. જો કે, કોંગ્રેસે કેમ્પેઈનની ઓફર સ્વીકારવાનો નનૈયો ભણી દીધો હતો.
કોંગ્રેસ આર્ટીફિશિયલ ઈન્ટેલીઝન્સના માધ્યમી ચૂંટણી જીતવા માંગતી ન હતી. માટે કેમ્બ્રિજ એનાલીટીકાની ઈલેકશન સ્ટ્રેટેજી ઓફરનો સ્વીકાર કરવામાં આવ્યો ન હતો. આ સ્ટ્રેટેજી સમજાવવા માટે કેમ્બ્રિજ એનાલીટીકાના સીઈઓ રાહુલ ગાંધીને મળ્યા હતા તેવું જાણવા મળે છે. આર્ટીફિશિયલ ઈન્ટેલીઝન્સ કી કોંગ્રેસને ચૂંટણી જીતાડવા રૂ.૨.૫ કરોડની માંગણી કેમ્બ્રિજ એનાલીટીકા દ્વારા થઈ હતી. આ મામલે કોંગ્રેસના ડેટા એનાલીટીકસ ડિપાર્ટમેન્ટના પ્રવિણ ચક્રવર્તી દ્વારા ઘણા ફોડ પાડવામાં આવ્યા છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com