યંગ ઈન્ડિયા પ્રા.લી.ને રૂ.૧૦ કરોડ ડિપોઝીટ કરવા દિલ્હી હાઈકોર્ટનો આદેશ
નેશનલ હેરાલ્ડ ટેકસ કેસમાં દિલ્હી હાઈકોર્ટે કોંગ્રેસના અધ્યક્ષ રાહુલ ગાંધી અને તેમના માતા સોનિયા ગાંધીની ભાગીદારી ધરાવતી યંગ ઈન્ડિયા પ્રા.લી.ને રૂ.૧૦ કરોડ જમા કરાવવા આદેશ આપ્યો છે. નેશનલ હેરાલ્ડ ઉપર રૂ.૨૪૯ કરોડનો કરવેરો બાકી હોવાનો આક્ષેપ ઈ રહ્યો છે.
ન્યાયાધીશ રવિન્દ્ર હાટ અને એ.કે.ચાવલાની ખંડપીઠે આદેશ આપ્યો છે કે, આ ૩૧ માર્ચ પહેલા કંપનીએ આવકવેરા વિભાગને રકમ જમા કરાવી દેવી પડશે. આ કેસની આગલી સુનાવણી ૨૪ એપ્રીલ સુધી ટાળવામાં આવી છે. આ તારીખ સુધીમાં આવકવેરા વિભાગ પાસેી ૨૪૯ કરોડના આવકવેરાના દાવાનો જવાબ માંગવામાં આવ્યો છે.
રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી ઉપર ઘણા વર્ષોી નેશનલ હેરાલ્ડ કેસ મામલે આવકવેરા વિભાગ આક્ષેપ કરી રહ્યો છે. આ કેસ હાલ અદાલતમાં ચાલુ છે. આવકવેરા વિભાગે રૂ.૨૪૯ કરોડની કરચોરીનો આક્ષેપ કંપની ઉપર કર્યો છે. જેમાં ગઈકાલે દિલ્હી હાઈકોર્ટે યંગ ઈન્ડિયા પ્રા.લી.ને રૂ.૧૦ કરોડ ડિપોઝીટ કરવા આદેશ આપ્યો છે.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,