કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતમાં ચૂંટણી પ્રચાર દરમિયાન અલગ અલગ મુદ્દો પર કેન્દ્ર સરકારને ઘેરી રહ્યાં છે. રાહુલ ગાંધીએ મોદી સરકાર સામે ઘણા આક્ષેપો મુક્યાં છે જેમકે ખેડૂતોનું પાણી ૫-૬ ઉદ્યોગપતિઓને આપી દીધુ.
ટાટા મોટર્સને ફાયદો કરાવ્યો પણ ખેડૂતોનું દેવુ માફ ન કર્યું જેમાં ખાસ કરીને યુવાનોની રોજગારીના આંકડા પર દરેક સભામાં રાહુલ ગાંધી જોરદાર વર્ષી રહ્યાં છે. જોકે રોષ વ્યક્ત કરવામાં તેમણે ક્યારેક ખોટા આંકડા આપ્યા હોવાના આક્ષેપો પણ થઈ રહ્યા છે.
રાહુલ ગાંધીએ 24 નવેમ્બરના રોજ બે અલગ અલગ જગ્યાએ સભા સંબોધી હતી એક પોરબંદર અને બીજી અમદાવાદ. આ સભાના થોડા અંશો સંભળાવવામાં આવ્યાં છે જેમાં યુવાનોની રોજગારીના આંકડા જુદા-જુદા છે.
પોરબંદરમાં રાહુલે ગુજરાતમાં ૫૦ લાખ બેરોજગાર હોવાનું કહ્યું હતું જ્યારે થોડા કલાકો બાદ આમદવાદની જનસભામાં ગુજરાતમાં ૩૦લાખ બેરોજગારો હોવાનો દાવો કર્યો હતો. બંને જનસભામાં રાહુલ ખોટા આંકડા આપી રહ્યા હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. રાહુલે થોડા જ કલાકમાં બેરોજગારોની સંખ્યા ૨૦ લાખ ઘટાડી હોવાની રમુજ પણ થાય છે.