રાજકીય ક્ષેત્રે પોતાના પક્ષના નેતા વધુ શક્તિશાળી બને તે ગાંધી પરિવાર પચાવી ન શક્યો, એટલે જ અહંકારની લડાઈ શરૂ થઈ
અબતક, નવી દિલ્હી : પંજાબનો વિવાદ પ્રથમ દ્રષ્ટિએ મુખ્યમંત્રી અમરીંદરસિંઘ અને નવજોતસિંઘ સિધુ વચ્ચેનો હોવાનું લાગી રહ્યું હતું. પણ હવે નવો ધડાકો થયો છે. આ વિવાદ હકિકતમાં તો મુખ્યમંત્રી અમરીંદરસિંઘ અને ગાંધી પરિવાર વચ્ચેનો હતો. ગાંધી પરિવારે સિધુને પીઠબળ પૂરું પાડીને તેનો પ્યાદો બનાવ્યો હતો. જે તેમના જ ઈશારે ચાલતો હતો. બાકી 62 ધારાસભ્યોને પોતાની તરફ ખેંચવાનું સિધુનું ગજું નથી.
પંજાબના મુખ્ય પ્રધાન કેપ્ટન અમરિંદરસિંઘ અને પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ નવજોતસિંઘ સિધુ વચ્ચે ઝઘડો ચાલી રહ્યો છે, પરંતુ વાસ્તવિકતામાં, તેનો દોરી સંચાર રાહુલ ગાંધી અને પ્રિયંકા વાડ્રા દ્વારા થઈ રહ્યો છે. પંજાબના સંદર્ભમાં કોંગ્રેસના સૂત્રો એવું કહી રહ્યા છે કે, નવજોત માત્ર પ્યાદા છે. આ તો એક તરફ અમરિંદર અને બીજી તરફ રાહુલ અને પ્રિયંકા વચ્ચેની અહંકારની લડાઈ છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે રાહુલ અને પ્રિયંકાનો એકમાત્ર ઉદ્દેશ અમરિંદરસિંઘની પાંખો કાપવાનો છે. ગાંધી પરિવારની માનસીકતા રહી છે કે તે પક્ષના કોઈ નેતાને પોતાનાથી શક્તિશાળી બનવાનું સહન કરી શકતા નથી. સૂત્રોએ એમ પણ જણાવ્યું કે મધ્ય પ્રદેશથી કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને ઉત્તર પ્રદેશના જીતિન પ્રસાદાએ કોંગ્રેસ છોડી દીધી હતી. જ્યારે રાજસ્થાનના સચિન પાયલોટે ગયા વર્ષે બળવો કર્યો હતો. આ પાછળ પણ આવો જ વિવાદ કારણભૂત હતો.
નવજોતસિંઘ સિધુ અંદાજેભાજપમાં 13 વર્ષ ગાળ્યા બાદ 2017 માં કોંગ્રેસમાં જોડાયા હતા. અન્ય નેતાઓની સાપેક્ષમાં તેઓ નવા છે. પણ તેઓ પ્રિયંકા અને રાહુલની નજીક માનવામાં આવે છે. અમરિંદરની સરખામણીએ સિધુને ગાંધી પરિવાર તરફથી વધુ મહત્વ મળી રહ્યું છે. સિધુ પાસેથી શાસનના મુદ્દા અંગે ફરિયાદો મળ્યા બાદ અમરિંદરને સમીક્ષા બેઠકો માટે દિલ્હી બોલાવવામાં આવ્યા હતા. તેમના રોકાણ દરમિયાન તેમને ગાંધી પરિવાર તરફથી કોઈ પ્રતિભાવ મળ્યો ન હતો. અમરિંદરના વિરોધ છતાં સિધુને પીપીસીસી અધ્યક્ષ તરીકે બઢતી આપવામાં આવી હતી. બાદમાં અમરિંદરે સોનિયા ગાંધીને પત્ર લખીને ફરિયાદ કરી હતી કે હાઇ કમાન્ડ પંજાબ સરકારની કામગીરી અને રાજ્યના રાજકારણમાં બળજબરીથી દખલ કરે છે.
કોંગ્રેસના સૂત્રોએ દાવો કર્યો હતો કે કોંગ્રેસના MLA 77 ધારાસભ્યોમાંથી 39 જુલાઈએ સિદ્ધના નિવાસ સ્થાને પહોંચ્યા હતા, જ્યારે તેઓને ૧ July મી જુલાઈએ પીપીસીસી અધ્યક્ષ બનાવવામાં આવ્યા હતા. ”તેઓએ કહ્યું અને ઉમેર્યું કે આમ આદમી પાર્ટી (આપ) ના ત્રણ ધારાસભ્યો પણ હતા. સિદ્ધુની આગેવાની હેઠળના બધા જ લોકો એક શક્તિના પ્રદર્શનમાં સ્વર્ણ મંદિરમાં ગયા હતા.
કોંગ્રેસના પૂર્વ સચિવે પણ કહ્યું, કોંગ્રેસ હાઈકમાન્ડ તેના પોતાના નેતાઓનું કદ ઘટાડવામાં માહેર
ભાજપના પ્રવક્તા ટોમ વડકકન, જે કોંગ્રેસના પૂર્વ સચિવ છે અને સોનિયા ગાંધીના નજીકના સાથી હતા, તેમણે કહ્યું હતું કે અમરિંદર અને ગાંધી પરિવાર બંનેનો એક બીજા વિશેનો મત છે અને તેઓ બદલાયા નથી. ગાંધી પરિવારના જ્યારે કોઈ નેતા શક્તિશાળી નેતા બને છે ત્યારે તેની પાંખો કાપી નાખે છે અને તેનું તેનું કદ ઘટાડી નાખે છે. પહેલા તે નેતાનો ચૂંટણીમાં સંપૂર્ણ ઉપયોગ કરી લ્યે છે. બાદમાં તેનું કદ ઘટાડી દયે છે.
62 ધારાસભ્યો પોતાની તરફેણમાં કરવાની સિધુની ત્રેવડ છે ?
પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ બન્યા બાદ નવજોત સિધુએ શક્તિ પ્રદર્શન કર્યુ હતું. સિધુએ પંજાબના કોંગ્રેસી ધારાસભ્યોને પોતાની ઘરે બ્રેકફાસ્ટ માટે બોલાવ્યા હતા અને 62 ધારાસભ્યો તેમના ઘરે હાજર રહ્યા હતા. આમ સિધુએ 62 ધારાસભ્ય પોતાની તરફ હોવાનો કેપ્ટનને ઈશારો કર્યો હતો. હવે પ્રશ્ન એ સર્જાયો છે કે શું સિધુની ત્રેવડ છે આટલા ધારાસભ્યોને પોતાની તરફ કરવાની ? આ પ્રશ્નનો જવાબ નિષ્ણાંતોના મતે ના જ આવે છે. આ ધારાસભ્યો કોંગ્રેસ હાઈ કમાન્ડના કહેવાથી જ સિધુ તરફે ગયા હોવાનું માનવામાં આવી રહ્યું છે.
સિંહ શિકાર ઉપર હુમલો કરવા બે ડગલાં પાછળ જાય છે, એવી જ ભૂમિકા અત્યારે કેપ્ટનની
કેપ્ટન પણ ગાંધી પરિવારની માનસિકતા જાણે જ છે. પણ ચૂપ રહીને અત્યારે તેઓ તમામ તૈયારીઓ કરી રહ્યા હોવાનું જાણવા મળી રહ્યું છે. જેમ સિંહ શિકાર ઉપર હુમલો કરવા પહેલા બે ડગલાં પાછળ જાય છે. એવી જ ભૂમિકા અત્યારે કેપ્ટનની છે. કેપ્ટન હાલ કોંગ્રેસમા ભલે હોય પણ હાઈ કમાન્ડની મેલી મુરાદ સામે ભીડવા તેઓ અંદરખાને સંપૂર્ણ તૈયારી કરી રહ્યા હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે.