લોકસભા ચૂંટણી પૂર્વે રાહુલ ગાંધી દ્વારા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ સામે લોકોની માંગો પુરી ન કરવાનો લગાવ્યો આરોપ
લોકસભાની ચુંટણી આડે હવે માત્ર ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે દર વખતની જેમ પક્ષ, વિપક્ષ અને અપક્ષ એકબીજા ઉપર કિચડ ઉછાળતા જોવા મળતા હોય છે એવી જ એક ઘટના ઘટી જેમાં તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ મમતા બેનર્જીએ રાહુલ ગાંધીને બાળક ગણાવ્યો. કહી શકાય કે આ પૂર્વે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા પણ રાહુલ ગાંધીને પપ્પુ તરીકે સંબોધવામાં આવ્યો હતો.
મમતા બેનર્જીનું કહેવું છે કે, હજી રાહુલ ગાંધીમાં સહેજ પણ રાજકીય પરીપકવતા નથી જેને લઈ અનેકવિધ ભ્રામક વચનો આપી રહ્યા છે ત્યારે રાહુલ ગાંધી દ્વારા આરોપ લગાવવામાં આવ્યો હતો કે, પશ્ચિમ બંગાળમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને તૃણમુલ કોંગ્રેસના મમતા બેનર્જી દ્વારા જે લોકોના પ્રશ્નો અને જે લોકોની માંગ હતી તે તેમના દ્વારા પુરી કરવામાં આવી ન હોવાનું પણ તેઓએ જણાવ્યું હતું અને જેને લઈ પશ્ચિમ બંગાળની પ્રજા પણ તૃણમુલ કોંગ્રેસ અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે પૂર્ણત: નાખુશ જોવા મળી રહી છે. જેની પ્રતિક્રિયા આપતા મમતા બેનર્જીએ જણાવતા કહ્યું હતું કે, રાહુલ ગાંધીને જે મન પડે છે તે બફાટ કરી રહ્યા છે જેને લઈને હું એક પણ ટીપ્પણી આ અંગે કરવા માંગતી નથી. કારણકે તે હજી બાળક છે.
લોકસભા ચુંટણી પૂર્વે કોંગ્રેસ પક્ષ જયારે પોતાનો પ્રચાર-પ્રસારની શરૂઆત કરી હતી ત્યારે રાહુલ ગાંધી દ્વારા તૃણમુલ કોંગ્રેસના અધ્યક્ષ અને પ્રધાનમંત્રી ઉપર કિચડ ઉછાળતા જણાવ્યું હતું કે, તેઓ લોકોની માંગોને પુરી કરવામાં અસમર્થ સાબિત થયા છે. માલડામાં રેલીને સંબોધતા રાહુલ ગાંધીએ જણાવ્યું હતું કે, પહેલાની તુલનામાં હજુ બંગાળમાં સહેજ પણ વિકાસથયો નથી. જેના પ્રતિઉતરમાં મમતા બેનર્જીએ જણાવતા કહ્યું હતું કે, કોંગ્રેસ પક્ષ દ્વારા ભલે કોઈ નિવેદન આપવામાં આવે તેનો જવાબ દેવો જરૂરી નથી.