રાહુલ ‘બાબા’ ભાજપ માટે ભારે પડી રહ્યા છે!!!
ત્રણ રાજયોમાં મુખ્યમંત્રી પદ માટે અનેક દાવેદારોમાંથી કાર્યકરોનાં લોકપ્રિય નેતાને મુખ્યમંત્રીપદે બેસાડવા રાહુલ ગાંધીએ ઓડીયો મેસેજ મોકલી તેમની પાસેથી લાખો કાર્યકરોના અભિપ્રાયો જાણ્યાનવીદિલ્હી
લોકસભા ૨૦૧૯ની સેમીફાઈનલ સમાનપાંચ રાજયોની વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ત્રણ રાજયોમાં સફળતા મળી છે. દેશના હિન્દી પટ્ટાના અતિ અગમ્યતા એવા મધ્યપ્રદેશ,રાજસ્થાન અને છત્તીસગઢમાં વિજય મેળવ્યા બાદ મુખ્યમંત્રીની પસંદગીમાં પાર્ટી કોઈ ભુલ કરવા માંગતી નથી જેથી પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધીએ પાર્ટીના સામાન્યકાર્યકરો પાસેની મુજબ મુખ્યમંત્રી કોણ હોવા જોઈએ તેનો મત જાણવા હાઈટેક વિચાર અપનાવ્યોછે. કાર્યકરોનો મત આવ્યા બાદ બહુમતીથી પસંદ થયેલા મુખ્યમંત્રીનાનામની આખરી જાહેરાત કરવામાં આવશે.
મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢના ત્રણ રાજયોમાં બહુમતિ મેળવ્યા બાદ કોંગ્રેસના વિવિધ આગેવાનોમાં મુખ્યમંત્રી પદ મેળવવા માટે ખેંચાખેંચી થઈરહી છે.
જયારે મુખ્યમંત્રી માટે કાર્યકરોનીબહુમતીથી લોકપ્રિય નેતાનીપસંદગી થાય તે માટે પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ લોકશાહી ઢબનો ઉકેલ વિચાર્યો છે. જેના ભાગરૂપે ગઈકાલે આ ત્રણે રાજયોનાં૭.૩ લાખ જેટલા કાર્યકરોને તેમના મોબાઈલ ફોન પર રાહુલનો એક ઓડીયો મેસેજ મોકલવામાં આવ્યો છે.
આ ઓડીયો મેસેજમાં પહેલા રાહુલ આ ત્રણે રાજયોમા કોંગ્રેસને વિજયી બનાવવા બદલ કાર્યકરોનો આભાર માને છે.
જે બાદ તેમં કહેવામાં આવે છે કેતમારા મત મુજબ મુખ્યમંત્રી પદના યોગ્ય ઉમેદવાર કોણ હોવા જોઈએ? તમે ગમે એક દાવેદારનું નામ બીપના અવાજ બાદ બોલીને રેકોર્ડ કરી શકો છો. તમે તમારા મુખ્યમંત્રી પદના દાવેદારની કરેલી પસંદગી એકદમ ખાનગી રાખવામાં આવશે અને હું અને તમે સિવાય કોઈ જાણી નહી શકે તેવી ખાતરી આપવામાં આવી છે.
રાજસ્થાનમાં સચીન પાયલોટ અને અશોક ગેહલોત વચ્ચે, મધ્યપ્રદેશમાં કમલનાથ અને જયોતિરાદિત્યસિંધીયા વચ્ચે જયારે છત્તીસગઢમાં ભુપેશ બધેલ, ટીએસ સીંગ દેવ,તામુધ્વ શાહુ સહિતના અનેક દાવેદારો મુખ્યમંત્રી પદ માટે છે મુખ્યમંત્રી પદની પસંદગીમાં કાચુ કપાઈ ન જાય અને કાર્યકરોમાં લોકપ્રિય નેતાની તેમની બહુમતીથી લોકશાહી ઢબે પસંદગી થાય તે માટે રાહુલ ગાંધીએ હાઈટેક ટેકનોલોજીથી હાથ ધરાયેલા આ પ્રયાસને કોંગ્રેસીકાર્યકરોએ ભારે આવકાર આપ્યો છે.
અત્યાર સુધી કોંગ્રેસમાં કાર્યકરોનેસાંભળ્યા વગર હાઈકમાન્ડમાંથી મુખ્યમંત્રી પરના નામ નકકી થઈ જતા હોવાની ફરિયાદો ઉઠતી રહે છે. જેથી, પાયાના કાર્યકરોમાં ફરિયાદો ઉઠતી રહે છે. જેથી, કાર્યકરોની આ નારાજગી દૂર કરવા રાહુલ ગાંધીએ હાઈટેક ઉકેલ શોધી કાઢ્યો છે.જેથી કોંગ્રેસના તમામ કાર્યકરોને તેમનો મત જાણ્યા બાદ બહુમતીથી મુખ્યમંત્રીના નામની પસંદગી થયાની હૈયા ધારણા રહેશે રાહુલનો આ હાઈટેક ઉકેલ ભાજપને આગામી સમયમાં ભારેપડી શકે તેમ છે.