ફકત સાથે ભોજન લેવાથી જ્ઞાતિવાદ દુર થાય નહીં: તમને ક્ધયા ગોતવામાં હું મદદ કરીશ: રામદાસ અથવાલ
કેન્દ્રીય મંત્રી રામદાસ અથવાલે કોગે્રસના વાઇસ પ્રેસિડેન્ટ રાજુલ ગાંધીને કટાક્ષમાં કહ્યું હતું કે દલીતો સાથે ભોજન લેવાથી જ્ઞાતિવાદ દુર થશે નહી દલીતની ક્ધયા સાથે લગ્ન કરો તો સાચા માનુ તમને ૪૭ વર્ષના રાહુલે તેના જવાબમાં જણાવ્યું કે જયારે લગ્નની વાત આવે છે તેને હું ભાગ્યના ભરોસે મુકી દવ છું. જયારે લગ્ન થવાના હશે થઇ જશે. રિપબ્લીકન પાર્ટીના પ્રધાન જે દલીત સમાજના આગેવાન છે તેમણે જણાવ્યું હતું કે તે રાહુલને ક્ધયા ગોતવમાં મદદ કરી શકે છે. કારણ કે મહારાષ્ટ્રના દલીતોના ઘરે રાહુલ અવાર નવાર મુલાકાત લેતા હોય છે.
અને ભોજન પણ લેતા હોય છે. મને લાગે છે કે તેમને દલીત ક્ધયા સાથે જ લગ્ન કરી લેવા જોઇએ તેવું તેમણે દક્ષિણ મહારાષ્ટ્રના અકોલામાં યોજાયેલ સભામાં પત્રકારોને જણાવ્યું હતું અથવાલે જણાવ્યું હતું કે તેનો ઇરાદો રાહુલના લગ્ન જીવનના અંગત નિર્ણયને કોઇ પ્રકારની ઠેસ પહોચાડવાનો નથી પરંતુ તેમના ઇન્ટર કાસ્ટ મેરેજ દેશ માટે ઉદાહરણ બનશે., જો કે તેઓ ખુદ બી.આર. આમ્બેડકર જ્ઞાતિવાદના પ્રશ્ર્નોનું નિવારણ કરતી ટીમમાં જોડાયેલી બ્રાહ્મણની ક્ધયા સાથે વિવાહ કરી ચૂકયા છે. જ્ઞાતિવાદ ફકત સાથે જમવાથી દુર થવાના નથી.
મિસ્ટર અથવાલે કહ્યું કે રાહુલે પોતાના નેતૃત્વ ફેરફારો કર્યા છે તે ઉલ્લેખનીય છે તે પપ્પુ નથી. વધુ આશાવાદી અને આત્મવિશ્ર્વાસી દેખાય છે. જે ખુબ જ સારો પ્રધાન બની શકે તેમ છે. જો કે રાહુલ ગાંધી જ્ઞાતિવાદને દુર કરવાના સારા પ્રયત્નો કરી રહ્યા છે. ત્યારે આ પગલુ ઇતિહાસનું સર્જન કરશે. રસપ્રદ વાત તો એ છે કે શિવસેનાના એક અધિકારીઓ પણ જણાવ્યું હતું કે રાહુલમાં દેશનું નેતૃત્વ કરવાની ક્ષમતાઓ પડેલી છે જે રીતે તે હાલ પ્રયાસો કરી રહ્યા છે તે
સરાહનીય છે.