નીચેની કોર્ટે કરેલા સજાના હુકમને સેશન્સમાં પડકાર્યો હતો: હવે હાઇકોર્ટમાં અપીલ માટે જશે
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી વિરૂધ્ધ વર્ષ-2019માં માનહાનીના કેસમાં સુરતની નીચેની કોર્ટે સજાના હુકમ સામે રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં કરેલી અપિલમાં નીચેની કોર્ટનો હુકમ યથાવત રાખ્યો છે. જેની સામે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે.
વધુ વિગત મુજબ વર્ષ-2019માં મોદી જ્ઞાતિ વિશે રાહુલ ગાંધીએ કરેલી ટીપ્પણીના મામલે સુરતની કોર્ટમાં ભાજપના ધારાસભ્ય પૂર્ણેશ મોદીએ માનહાનીનો કેસ કર્યો હતો. જે કેસની સુનાવણી પૂર્ણ થયા બાદ નીચેની કોર્ટે રાહુલ ગાંધીને બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો.
રાહુલ ગાંધીએ અદાલતમાં કરેલી જામીન અરજી મંજૂર કરી હતી બાદ જે હુકમથી નારાજ થઇ રાહુલ ગાંધીએ સેશન્સ કોર્ટમાં સજા માફીની માંગ સાથે અપિલ કરી હતી. જે અપિલની સુનાવણી ચાલી જતા જેમાં સેશન્સ જજે નીચેની કોર્ટમાં હુકમ યથાવત રાખ્યો છે. રાહુલ ગાંધીને સજાનો હુકમ યથાવત રાખતા હવે હાઇકોર્ટના દ્વાર ખટખટાવવામાં આવશે. તેવું રાહુલ ગાંધીના વકીલ દ્વારા જણાવવામાં આવ્યું છે.