અધુરા જ્ઞાનને કારણે રાહુલજીએ ફરીથી કરી ગલતી સે મિસ્ટેક
સમજયા-જાણ્યા વિનાની ટીપ્પણી કરી રાહુલ ગાંધી અવાર-નવાર ટ્રોલ થતા હોય છે. કારણકે રાહુલબાબાનો અધુરો ઘડો ખુબ જ છલકાય છે અને તેણે લીધે રાહુલ સ્વયં આફતને નોંતરી બેસે છે. આ રીતે જ તેની જીભ ફરી લપસતા સાંઈભકતો રોષે ભરાયા છે. શ્રી સાંઈબાબા સંસ્થાન ટ્રસ્ટે બુધવારે રાહુલે સાંઈબાબાના નામે કરેલી ટિપ્પણીથી ધાર્મિક લાગણી દુભાતા રાહુલને માંગવાની સલાહ આપી હતી. હકિકતમાં રાહુલે રેલવે મંત્રી પિયુશ ગોયલ અને તેની પત્નિના કૌભાંડ અંગે ટિપ્પણી કરવાની કોશિષ કરતા પોતાના પગે જ કુહાડી મારી બેસ્યા.
પિયુશ ગોયલ અને તેની પત્નિ સીમાના રોકાણમાં વધારો થતા રાહુલ બોલ્યા હતા કે મિત્રો…શિરડીના ચમત્કારોની કોઈ સીમા નથી. તેણે ટવીટમાં હેશટેગ પિયુશ ઘોટાળા રિટર્ન પણ લખ્યું હતું. શિરડી ટ્રસ્ટના ચેરમેન સુરેશ હવારેએ ટવીટ કરી કોંગી વડાને ધાર્મિક ભાવના દુભાવવા અંગે માફી માંગવાની માંગ કરી હતી. તેણે જણાવ્યું હતું કે, રાહુલજી, રાજનૈતિક આરોપો અને વિવાદોમાં શિરડીને ખેંચવું વ્યાજબી નથી, તેનાથી દેશ-વિદેશના સાંઈભકતોની લાગણી દુભાઈ છે. માટે તમોર માફી માંગવી જોઈએ. જોકે રાહુલે સ્પષ્ટતા કરી હતી કે તે ગોયલ તેમજ તેના પરિવારની વાત કરી રહ્યા હતા. ગુરુવારે કોંગ્રેસે ગોયલના રાજીનામાની માંગણી પણ કરી હતી. કોંગી લીડર પવન ખેરાએ જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદી પ્રમાણિકતાની વાતો કરે છે પણ રેલવે મંત્રીના રોકાણોને લઈ શા માટે શાંત છે ? તેમણે ઉમેર્યું હતું કે, ગોયલની પત્નિએ એક લાખ રૂપિયાથી એક કંપનીની શરૂઆત કરી હતી. જે ૧૦ વર્ષમાં ૩૦ હજાર કરોડે પહોંચી ચુકી છે પણ રાહુલબાબાને કોણ સમજાવે કે કોઈ ટિપ્પણી કરતા પહેલા ધાર્મિક સામાજીક જ્ઞાન હોવું જરૂરી છે નહીંતર વાતનું વતેસર થતા વાર નથી લાગતી.
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com,