ભાજપના તમામ મોરચા સાથે બેઠક: ગૌરવ વિકાસ યાત્રાની ‚પરેખાને આખરી ઓપ આપશે અમિત શાહ
વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે. તેઓ સૌરાષ્ટ્રના મતદારોને રીઝવવા પ્રયાસો કરી રહ્યાં છે. આ ઉપરાંત કોંગ્રેસનું ડેમેજ કંટ્રોલ રોકવા પણ તેઓ ગુજરાત પ્રવાસે હોવાનું કહેવાય છે. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ ગુજરાતમાં રોકાણ કરી ચૂંટણીને અનુલક્ષીને તૈયાર કરેલા વિવિધ પ્રભાગો અને વિભાગોના અધિકારીઓ સાથે વન-ટુ વન બેઠક કરી માઈક્રો પ્લાનીંગને આગળ વધારશે.
તેમણે ગઈકાલે રાત્રે જ પ્રદેશના આગેવાનો સાથે ઔપચારિક બેઠક યોજી નિરીક્ષકો સમક્ષ આવેલી રજૂઆતો અંગે જાણકારી મેળવી હતી. ઉપરાંત રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસના ફિડબેક પણ મેળવ્યા હતા. એક તરફ રાહુલ ગાંધી ગુજરાતના પ્રવાસે છે બીજી તરફ પાટીદાર સમાજની કેટલીક માંગણીઓને સ્વીકારવાની તૈયારી તરફ સરકાર આગળ વધી રહી છે. ત્યારે પાટીદાર આંદોલનનો હવે લગભગ અંત આવશે તેવી આશાએ ભાજપ અગ્રણીઓ હાશકારો અનુભવી રહ્યાં છે.
અમિત શાહ ભાજપના તમામ મોરચા સાથે વન-ટુ વન મિટીંગ કરે છે ત્યારે આગામી સમયમાં ૧૮૨ વિધાનસભા મત ક્ષેત્રો માટે નિમાયેલા નિરીક્ષકો સાથે પણ વન ટુ વન મિટીંગ કરે તેવી શકયતા છે. અમિત શાહ ભાજપની ગૌરવ વિકાસ યાત્રાની ‚પરેખાને પણ આખરી ઓપ આપવાના છે. આ યાત્રા આગામી તા.૧લી ઓકટોબરથી શ‚ થવા જઈ રહી છે.