ભરૂચ જિલ્લાની મુલાકાતે આવેલા મુખ્યમંત્રીએ સાયખા ખાતે કંપનીનું કર્યું ભૂમિપૂજન

ભરૂચ જિલ્લાના વાગરા તાલુકામાં આવેલી જીઆઈડીસી સ્થિત સાયખા ગામે ઈમામી પેપર મીલ કંપનીનું નિર્માણ થવા જઈ રહ્યું છે. તેનું ભૂમિપૂજન આજરોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે કરવામાં આવ્યું છે. આ તબક્કે તેમણે રાહુલગાંધીને આડેહાથ લેતાં જણાવ્યું હતું કે, રાહુલ ગાંધીનું ઙખ પ્રત્યેનું નિવેદન તેમનું બાલિશપણું બતાવે છે.

આ તબક્કે મુખ્યમંત્રીએ રાજ્યમાં અછતની પરિસ્થિતિ અંગે નિવેદન આપતાં જણાવ્યું હતું કે, કચ્છ અને ઉત્તર ગુજરાતના ૧૪ તાલુકામાં ઓછો વરસાદ થયો છે. જેથી આગામી ૧ ઓક્ટોબરથી રાજ્ય સરકાર કામગીરી શરૂ કરાશે. વધુમાં થોડા સમય પહેલાં અમરેલી વિસ્તારમાં ૧૧ સિંહના મોત થયા છે. જે અંગે જણાવ્યું હતું કે, જરૂર પડે તમામ સિંહનું પરીક્ષણ કરાશે. મૃતક સિંહના પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં કોઈની બેદરકારી જણાશે તો તેમની સામે જરૂરી પગલાં લેવામાં આવશે તેવી ખાતરી આપી હતી.

કોંગ્રેસ અઘ્યક્ષનું નિવેદન એમનાં સંસ્કારોનો પરિચય કરાવે છે: સ્મૃતિ ઈરાની

પ્રધાનમંત્રી મોદીને રાહુલે ચોર કહેતા સ્મૃતિ ઇરાણીએ રાહુલ ગાંધી પર વાર કરતાં કહ્યું કે,ઉનકે સંસ્કાર કા પરિચય હે.

સુરત કન્વેન્સન સેન્ટરમાં સોર્સ ઈન્ડીયા દ્વારા ટેકસટાઇલ ઉદ્યોગ ને પ્રોત્સાહન મળે તે માટે એક્ઝિબિશન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઇરાણી કાર્યક્રમના મુખ્ય મહેમાન બન્યા હતા.

કાર્યક્રમમાં ૩૪ દેશોના બાયર્સ અને ૧૦૦ ટેકસટાઇલ કંપનીએ ભાગ લીધો હતો. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પ્રોત્સાહન આપવા સોર્સ ઇન્ડિયા પ્રદર્શનને સ્મૃતિ ઈરાનીએ ખુલ્લો મુક્યો હતો.

પ્રધાનમંત્રી મોદીને રાહુલે ચોર કહ્યા પર ટેક્સટાઇલ મંત્રી સ્મૃતિ ઈરાનીએ નિવેદન આપ્યું હતું એકબાજુ રાહુલ ગાંધી પાર્લિયામેન્ટ માં મોદીને ગળે ભેટે છે. બીજી બાજુ મોદીને ચોર કહે છે. એ એમના સંસ્કારો બતાવે છે.

સુરત ખાતે સરસાણા કન્વેન્શન સેન્ટર ખાતે આયોજીત સોર્સ ઈન્ડીયા ૨૦૧૮ કાર્યક્રમમાં ટેક્ષટાઈલ મંત્રી સ્મૃતિ ઈરાની હાજરી આપવા પહોંચ્યા હતા. મંત્રી સ્મૃતિનો સ્થાનિક લોકોએ વિરોધ કર્યો હતો. રૂપિયા ૬૦૦ કરોડની ક્રેડિટ લેપ્સ મામલે કેન્દ્ર સરકારે કોઈ નિર્ણય નહિં લેતા કાર્યક્રમ સ્થળની બહાર કાળા વાવટા ફરકાવી વિરોધ કરવામાં આવ્યો હતો. પોલીસે વિરોધ કરી રહેલા લોકોની અટકાયત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.