રાહુલ ગાંધી ગુજરાતની મુલાકાતે છે ત્યારે અમદાવાદ માં આપેલ સંબોધનમાં મોદી પર આકરા પ્રહારો કર્યા છે.
– એક ઇંચ પાછા ન હટશો, કૉંગ્રેસનો મતલબ શું છે તે દેખાડો
– જીએસટી, રોજગાર, નોટબંધી, 15 લાખ રૂપિયા સહિતના ઘણા બધા મુદ્દાઓ છે
– મીડિયાના મિત્રો કહે છે કે અમે થોડાંક ગભરાયેલા ડરેલા છે. પરંતુ તમે જોજો આ વખતે ગુજરાતમાં કૉંગ્રેસની સરકાર બનશે જ, સચ્ચાઇ બહાર આવી ગઇ છે. લોકોને ગુજરાત મોડલનું ખોખલાપણું બહાર આવી ગયું છે. સૌથી મોટું કામ કોંગ્રેસના વર્કરો કરશે. જે દરેક પોલિંગ બુથ પર ભાજપા સામે લડશે.
– ગુજરાતની ચૂંટણીથી આ લોકો ડરેલા ગભરાયેલા છે. કારણ કે સચ્ચાઇ બહાર આવે જ છે, એને છુપાવી શકાતી નથી. ગુજરાતમાં ના યુવાનો કે ના ખેડૂતોને ના નાના વેપારીઓને ફાયદો થયો. જે મોદીજીના સપોર્ટર છે ગણ્યાગાઠ્યા મોટા બિઝનેસમેન તેમને જ ફાયદો થાય છે.
– હિન્દુસ્તાનની સરકાર નરેન્દ્ર મોદીજીને કહ્યું આ સરકારને પૈસાની જરૂર છે જો આ હોસ્પિટલને પૈસા નહીં મળે તો અહીં બહુ મોટું નુકસાન થશે, એક વર્ષ ના થયું, અહીં અંદાજે 200 બાળકોના મોત થયા. કારણ કે આઇસીયુમાં ઑક્સિજન બંધ કરી દેવામાં આવ્યો હતો. તમે વિચારો આઇસીયુમાં ઑક્સિજન બંધ કર્યો તો આઇસીયુમાં બાળકો છે તેનું શું થશે? આજે ફરી મેં સાંભળ્યું એકવખત ફરીથી બાળકોના મોત થયા છે. કારણ શું છે કારણ એ છે કે સરકાર વિચારે છે કે શિક્ષણ હોય કે સ્વાસ્થ્ય પ્રાઇવેટાઇઝેશન યોગ્ય રસ્તો છે, પરંતુ સચ્ચાઇ એ છે કે ખાનગી હોસ્પિટલમાં ગરીબ લોકો જઇ જ નથી શકતા
– યુપીએની સરકાર હતી ત્યારે દર વર્ષે ટેકાના ભાવ વધારવામાં આવતા હતા, બોનસ અપાતું હતું, વરસાદ આવતું નુકસાન થાય તો વળતર અપાતું હતું, જુઓ ભ્રષ્ટાચારની વાત થાય તો હિન્દુસ્તાનમાં સૌથી વધુ ભ્રષ્ટાચાર જમીનમાં થાય છે, સૌથી વધુ ભ્રષ્ટાચાર ખેડૂત પાસેથી જમીન છીનવવામાં આવે ત્યારે થાય છે
– દલિતોની જમીનની વાત છે આ જરૂરી મુદ્દો છે, જેવી કૉંગ્રેસ સરકાર આવશે આના પર કામ શરૂ કરશે
– ગુજરાતની એજ્યુકેશન સિસ્ટમમાં ભ્રષ્ટાચાર
– ગુજરાત યુનિવર્સિટીમાંથી ડિગ્રી મેળવ્યા બાદ નોકરી નથી મળતી
– ગુજરાત એન્ટરપ્રિન્યોર સૌથી વધુ છે, જો નાના અને મધ્યમ કદના વેપારીઓને પૈસા નહીં આપો તો વેપાર કરી શકશે નહીં, મોદીજી કહે છે મોટા ઉદ્યોગપતિઓને પૈસા આપો, હું કહું છું નાના વેપારીઓને પૈસા આપવા જોઇએ
– ગુજરાતમાં ખેડૂતો, ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીઝ, હીરા ઘસનારને દર્દ થાય છે. પાટીદારોને દર્દ થાય છે, આદિવાસીઓને દર્દ થાય છે, દલિતોને થાય છે દર્દ
– કૉંગ્રેસ પાર્ટીનો મતલબ એ થાય કે હિન્દુસ્તાનમાં જેને પણ દર્દ થતું હોય કોઇપણ હોય નાનું હોય કે મોટું, જેને દર્દ થતું હોય તેની પાસે જઇ ગળે મળીને મદદ કરવી
– પીએમ મોદીનું માત્ર 50 ઉદ્યોગપતિ પર જ ફોકસ
– કૉંગ્રેસ આવશે તો નાના-મધ્યમ કદના વેપારીઓને ફાયદો થશે
– શું હિન્દુસ્તાન ચાઈના સામે હરિફાઇ કરી શકશે કે નહીં? ચીનમાં ડેમોક્રેસી નથી, ચીનમાં આર્મી છે જબરદસ્ત ડર છે. ચીનમાં બહુ મોટી મોટી ફેકટરીઓ છે. 20-50 હજાર લોકો કંઇપણ કીધા વગર કામ કરે છે. તેનો મુકાબલો માત્ર ભારતના નાના અને મધ્યમ કદના વેપારીઓ જ કરી શકે છે
– હિન્દુસ્તાનમાં કરોડો યુવાને રોજગારી કંઇ રીતે આપી શકાય
– GST અડધી રાત્રે ફટકો માર્યો, નાના દુકારનદારોને કુહાડી મારી
– જીડીપી દર ઘટ્યો તેના માટે નોટબંધી જવાબદાર
– અમૂલ કોઇ એક ઉદ્યોગપતિનો બિઝનેસ નથી, જો કોઇ સંગઠને ગુજરાતને ઉભું કર્યું હોય તો તે અમૂલ છે, કોઇ એક ઉદ્યોગપતિએ નહીં
– પ્રધાનમંત્રીને કોઇકારણોસર લાગ્યું કે હિન્દુસ્તાનમાં 500 અને 1000ની નોટ હતી, તે તેમને સારી લાગી નહીં, કહ્યું કે મને સારું નથી લાગતું, વડાપ્રધાન છે એટલે કોઇને પૂછવાની જરૂર નથી, નાણાંમંત્રીને કંઈ ના કહ્યું, આરબીઆઇના ગવર્નર રઘુરામ રાજને કહ્યું કે નોટબંધીથી ફાયદો નથી થવાનો નુકસાન થવાનું છે, પરંતુ આપણા વડાપ્રધાનને મન કી બાત કહેવી સારી લાગે છે પરંતુ સાંભળવી નથી ગમતી, તેમણે નોટબંધી કરીને કરોડોનું નુકસાન થયું, કહ્યું હતું ઓછા પૈસા આવશે અને ઓછા આવશે એ ગરીબોને આપીશું, ખબર મળી કે 99 ટકા નાણાં પાછા આવ્યા
– કાશ્મીરના આતંકવાદીઓને જબરદસ્ત ધક્કો લાગ્યો છે, પરંતુ કાશ્મીરમાં તો આતંકવાદ વધતો જઇ રહ્યો છે
– કૉંગ્રેસને અંદરખાને હરાવનારને બહાર કરીશું
– આરએસએસ અને ભાજપા સામે લડનારને મળશે ટિકિટ
– ગુજરાતમાં પેરાશુટ સિસ્ટમથી કોઇને ટિકિટ નહીં મળે
– જમીની કાર્યકરોને અપાશે ટિકિટ
– ગુજરાતના ખેડૂતો પર 36 હજાર કરોડનું દેવું
– નરેન્દ્ર મોદીજીને નેનો કંપની બનાવા માટે ટાટાને આપ્યા પૈસા
– તમને નેનો જોવા મળી અહી, નરેન્દ્ર મોદીજી હિન્દુસ્તાનના સૌથી મોટા ઉદ્યોગપતિ માટે કામ કરે છે. તમે નામ જાણો છો. સચ્ચાઇ એ છે કે હિન્દુસ્તાનના મીડિયાને ખેડૂત કે મજૂર, નાના દુકાનદારો, નાના વેપારીઓ ચલાતા નથી, તેમને નરેન્દ્ર મોદીના દોસ્તો જ ચલાવે છે. ખટાખટ દરરોજ હજારો કરોડો રૂપિયા આપે છે