કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી ફરી એકવાર ટ્વિટર પર ટ્રોલ થયા છે. આ વખતે ટ્રોલ થવાનું કારણ છે એનસીસીને લઇને તેમણે આપેલું નિવેદન. હૈદરાબાદમાં વિદ્યાર્થિનીઓ સાથે વાતચીત દરમિયાન રાહુલ ગાંધીને એક વિદ્યાર્થિનીએ એનસીસીને લઇને સવાલ કર્યો, તેના જવાબમાં રાહુલે કહ્યું કે આ વિશે તેમને ખાસ કોઇ જાણકારી નથી. પરિણામે તેઓ તેને સંબંધિત કોઇ સૂચન નહીં આપી શકે. જોકે, ત્યારબાદ તેમણે વિદ્યાર્થિનીઓને મહેનત કરવાની અને મન લગાવીને ભણવાની સલાહ આપી.
#WATCH: ‘I don’t know the details of NCC training & that type of stuff, so I won’t be able to answer that question’: Rahul Gandhi on being asked, ‘What benefits will you give to NCC cadets after passing ‘C’ certificate examination?’ #Karnataka pic.twitter.com/Vb2fCUsVFp
— ANI (@ANI) March 24, 2018
વિદ્યાર્થિનીએ NCC અંગે પૂછ્યો સવાલ
કર્ણાટક પહોંચેલા રાહુલ ગાંધીએ શનિવારે મૈસૂરમાં આવેલી મહારાની આર્ટ્સ કોલેજ ફોર વિમેનની વિદ્યાર્થિનીઓ સાથે મુલાકાત કરી. આ દરમિયાન એક ઇન્ટરેક્ટિવ સેશન રાખવામાં આવ્યું. તેમાં વિદ્યાર્થિનીઓએ રાહુલને ઘણા મુદ્દાઓ અંગે સવાલો પૂછ્યા. આ દરમિયાન એક વિદ્યાર્થિનીએ રાહુલને પૂછ્યું કે એનસીસીના ‘સી’ સર્ટિફિકેટને પાસ કરનારાઓને તમે શું સુવિધાઓ આપશો?
આ સવાલને સાંભળીને થોડીક ક્ષણો માટે રાહુલ ચૂપ થઇ ગયા અને પછી તેમણે કહ્યું કે તેઓ એનસીસી ટ્રેનિંગ કે તેને સંબંધિત વાતોને લઇને ખાસ પરિચિત નથી. તેમણે આગળ કહ્યું કે, ‘એક યુવાન ભારતીય હોવાને કારણે હું તમને મન લગાવીને મહેનત કરવા અને મન લગાવીને ભણવા માટે કહીશ.’
(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebook – https://facebook.com/abtakmedia/ અને Twitter – https://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ www.abtakmedia.com