- આજે પેટ્રોલના ભાવ નથી વધ્યા પરંતુ ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો
- મોદી સરકારે પેટ્રોલ-ડીઝલની કિંમતો અનલોક કરી : રાહુલ ગાંધી
- ડીઝલની કિંમત 79.88 રૂપિયા પ્રતિ લિટર
- પેટ્રોલની કિંમત 79.40 રૂપિયા પ્રતિ લિટર
- છેલ્લા 18 દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે
નવી દિલ્હી,
સમગ્ર દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં ભારેખમ વધારો થઈ રહ્યો છે ત્યારે પહેલી વખત એવું બન્યું છે કે દિલ્હીમાં ડીઝલની કિંમત પેટ્રોલ કરતા વધી ગઈ છે. કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ આ મામલે કટાક્ષ કરી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલ ગાંધીએ બુધવારે ટ્વિટરમાં એક ચાર્ટ શેર કર્યો હતો અને લખ્યું હતું કે, સરકારે કોરોના અને પેટ્રોલ-ડીઝલનો ભાવ અનલોક કરી દીધો છે.
કોંગ્રેસી નેતા રાહુલ ગાંધીએ પોતાની ટ્વિટમાં લખ્યું હતું કે, ‘મોદી સરકારે કોરોના મહામારી અને પેટ્રોલ-ડીઝલની કિંમતો અનલોક કરી દીધી છે.’ ઉલ્લેખનીય છે કે છેલ્લા 18 દિવસોથી પેટ્રોલ ડીઝલના ભાવ સતત વધી રહ્યા છે. જો કે ફક્ત આજે એટલે કે બુધવારે એવું બન્યું છે કે પેટ્રોલના ભાવ નથી વધ્યા પરંતુ ડીઝલના ભાવમાં ફરીથી વધારો થયો છે.
मोदी सरकार ने कोरोना महामारी और पेट्रोल-डीज़ल की क़ीमतें “अन्लॉक” कर दी हैं। pic.twitter.com/ty4aeZVTxq
— Rahul Gandhi (@RahulGandhi) June 24, 2020
આજે ડીઝલના ભાવમાં 48 પૈસાનો વધારો થયો છે. હવે દિલ્હીમાં એક લિટર ડીઝલની કિંમત 79.88 રૂપિયા પ્રતિ લિટર થઈ ગઈ છે જ્યારે પેટ્રોલની કિંમત 79.40 રૂપિયા પ્રતિ લિટર છે. જો કોરોના વાયરસ અંગે વાત કરીએ તો રાહુલ ગાંધી સતત મોદી સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા લોકડાઉનને નિષ્ફળ ગણાવી રહ્યા છે. રાહુલ ગાંધીએ પોતાના સંબોધનમાં અનેક વખત એવો ઉલ્લેખ કર્યો છે કે, ભારત એકમાત્ર એવો દેશ છે જ્યાં કોરોના વાયરસના કેસ વધી રહ્યા છે ત્યારે લોકડાઉન દૂર કરાઈ રહ્યું છે.