કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની દેડિયાપાડાની જનસભા બાદ આગામી વિધાનસભાની ચૂંટણી અને સંગઠનની નિયુક્તિ અંગે ચર્ચા કરવા કોંગ્રેસ પ્રભારી અશોક ગેહલોત, પ્રદેશ પ્રમુખ ભરતસિંહ સોલંકી અને વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને હાઈકમાન્ડે પાંચમી મેએ દિલ્હી બોલાવ્યા છે.
રાજ્યમાં વિધાનસભાની આગામી ચૂંટણીમાં ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને તે માટે કોંગ્રેસમાં પ્રદેશી માંડીને દિલ્હીના નેતાઓએ એડીચોટીનું જોર લગાવ્યું છે. રવિવારે આદિવાસી વિસ્તાર દેડિયાપાડામાં કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધીની જનસભા ગુજરાતમાં ચૂંટણીપ્રચારના એક ભાગરૂપે યોજવામાં આવી હતી. આ કાર્યક્રમ બાદ હવે હાઈકમાન્ડે ગુજરાતમાં સંગઠનની નવેસરી રચના અને ચૂંટણીની રણનીતિ બનાવવા તરફ ધ્યાન કેન્દ્રીત કર્યું છે. ગુજરાતના વિવિધ પ્રશ્નો અને સંગઠનને નવો ઓપ આપવાની ચર્ચા માટે હાઈકમાન્ડે પાંચમી મેના રોજ પ્રભારી અને પ્રદેશના બંને નેતાઓને બોલાવ્યા હોવાનું વિશ્વસનિય સૂત્રોએ જણાવ્યું છે. આ બેઠકમાં સંગઠનની નિમણૂકો ઉપરાંત આગામી ચૂંટણી માટે વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાને સત્તાવાર રીતે પ્રચાર-પ્રસાર સમિત(કેમ્પેઈન કમિટી)ની જવાબદારી સોંપવામાં આવે તેવી શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું કે, કોંગ્રેસે દેડિયાપાડાની જનસભાી ચૂંટણીનું બ્યૂગલ ફૂંકી દીધું છે પરંતુ સંગઠનની મહત્વની જવાબદારીઓ અંગે અનિશ્ચિતતા પ્રવર્તી રહી છે. પ્રદેશનું માળખું છ-આઠ મહિના પહેલાં વિખેરી નાખવામાં આવ્યા પછી જૂવાદને કારણે નવા હોદ્દેદારોની નિયુક્તિ ઘોંચવામાં પડી છે. પરિણામે જૂના હોદ્દેદારો નિષ્ક્રિય ઈ ગયા હોવાી શહેર, જિલ્લા અને તાલુકા સ્તરે સંગઠનમાં ઝડપી નિમણૂક ાય તે જરૂરી છે. સૂત્રો કહે છે કે, પ્રદેશના પાંચ નેતાઓએ સર્વસંમતિી તત્કાલિન પ્રભારી કામતને સોંપેલી હોદ્દેદારોની યાદીમાં સુધારા વધારા સો શુક્રવારે હાઈકમાન્ડ મંજૂરી આપે તેવી શક્યતા છે. સાોસા આ બેઠકમાં પ્રદેશના નેતાઓની જવાબદારી પણ નક્કી કરવામાં આવશે.