કોંગ્રેસ ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી ગુજરાતના બે દિવસના ચૂંટણીલક્ષી પ્રવાસે છે. આજે પ્રવાસનો બીજો અને અંતિમ દિવસ છે. ગઈ કાલે સભા અને સંવાદ કાર્યક્રમો બાદ આજે તેઓ 11-15 વાગ્યે ગાંધીનગરના દહેગામ ખાતે પ્રવાસ ખેડશે જ્યાં તેમનું ભવ્યસ્વાગત કરવામાં આવશે.
દહેગામ બાદ તેઓ અરવલ્લીના બાયડ ખાતે કોર્નર મીટિંગ યોજશે ત્યાર બાદ લુણાવાડામાં પણ કોર્નર મીટિંગ યોજશે બપોરબાદ 3-15 વાગ્યે સંતરામપુરમાં કોર્નર મીટિંગમાં હાજરી આપશે તો 4 વાગ્યે મારગડા ચોકડી ખાતે જનસભાને સંબોધશે.
સાંજે 4-50 વાગ્યે દાહોદના મવુડા ચોકડી ખાતે કોર્નર મીટિંગમાં હાજરી આપશે, અને ત્યાંથી વડોદરા થઈને દિલ્લી જશે.