કોંગ્રેસના ઉપાધ્યક્ષે પાર્ટીના ઓફિસીયલ ટિવટર હેન્ડલ પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી માટે વિડીયો મેસેજ મૂકયો

પેટ્રોલ-ડીઝલ જેવા ઈંધણને જીએસટી હેઠળ લાવવા રાહુલ ગાંધીની માગ છે. કોંગ્રેસના વાઈસ પ્રેસીડન્ટ રાહુલ ગાંધીએ ઈંધણમાં થતી બેફામ નફાખોરી પર રોક લગાવવા માટે પેટ્રોલ ડીઝલલ જેવી નિહાયત જ‚રી પેટ્રો પેદાશોને પણ જીએસટીના દાયરામાં સમાવવાની માંગ કરી છે.

રાહુલ ગાંધીએ ટિવટર પર લખ્યું છે કે પેટ્રોલ અને ડીઝલને ગૂડઝ એન્ડ સર્વીસ ટેકસ જીએસટીના દાયરામાં આવરી લેવાથી તેના પરની બેફામ નફાખોરી પર અંકુશ લદાશે. આનાથી દેશના કોમન મેનને જ ફાયદો થશે.

કોંગ્રેસ પાર્ટીના ઓફિસિયલ ટિવટર હેન્ડલ પર રાહુલ ગાંધીએ એક વિડીયો મેસેજ પણ મૂકયો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સંબોધીને જણાવ્યું છે કે પ્રાઈવેટ સેકટરમાં યુવાનોને માટે વધુને વધુ રોજગારીની તકો ઉભી કરવી જોઈએ.

રાહુલ ગાંધીએ આગળ જણાવ્યું હતુ કે કાળાનાણા પર અંકુશની સાથોસાથ બેકાર યુવાધનને દેશમાં જ યોગ્ય નોકરી મળે તેવો માહૌલ ઉભો કરવાનો સમય પાકી ગયો છે. સરકારે બેકારીના મુદા પર ફોકસ કરવું જ‚રી છે.

જીએસટી કાઉન્સીલે ૨૭પ્રોડકટો પર દર ઘટાડયા

જીએસટી લાગુ થયાના ૩ માસ બાદ શુક્રવારે જીએસટી કાઉન્સીલે નાના મધ્યમ વેપારીઓને રાહત આપતા મહત્વના નિર્ણયો કર્યા હતા. સરકારે ૨૭ જેટલી ચીજ વસ્તુઓ સેવાએનાં દરમાં ઘટાડો કરવાની સાથે દોઢ કરોડ ‚પીયા સુધીના ટર્ન ઓવર ધરાવનારાઓને માસીક નહી પણ ત્રિમાસીક રીટર્ન ફાઈલ કરવાની મંજૂરી આપી છે. આ સાથે કોમ્પોજીશન સ્ક્રીમનો લાભ લેવા માટેની મર્યાદા ૭૫ લાખથી વધારીને ૧ કરોડ ‚પિયા કરાઈ છે. રીફંડની વ્યવસ્થાને સરળ બનાવતા કાઉન્સીલે ૧લી એપ્રિલથી ઈ વોલેટ સુવિધા, શ‚ કરવાની જાહેરાત કરી હતી. ઈ-વે બિલ, ટીડીએસ તથા ટીસીએસ પરનો અમલ ૨૦૧૮ સુધી મોકૂફ રખાયો છે. નિકાસકારોને ૧૦ ઓકટોબરથી જુલાઈનું અને ૧૮ ઓકટોબરથી ઓગષ્ટનું રિફંડ ચૂકવી દેવાશે. સૌથી મહત્વની જાહેરાત જેમ્સ અને જવેલરી ક્ષેત્ર માટે કરાઈ છે. બે લાખ સુધીની ખરીદી સુધી પાનકાર્ડ આપવું પડશે નહી શુક્રવારે નાણાપ્રધાન અ‚ણ જેટલીના વડપણ હેઠળ મળેલી જીએસટી કાઉન્સીલની૨૨મી બેઠકમાં આ નિર્ણયો લેવામાં આવ્યા હતા. હવે પછીની બેઠક ગુવાહાટીમાં મળવાની છે.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.