કોંગ્રેસના પુર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનો ગઈકાલથી મણીપુર ખાતેથી આરંભ થયો છે. આ ન્યાય યાત્રા દેશના 15 રાજયોના 110 જિલ્લામાંથી પસાર થશે અને 6500 કિ.મી.નું અંતર કાપશે 20મી માર્ચના રોજ મુંબઈ ખાતે યાત્રાનું સમાપન થશે.
મણીપુરની ભારત જોડો ન્યાય યાત્રાનો આરંભ
ભારત જોડો ન્યાય યાત્રા મણીપુરથી પ્રારંભ થયા છે. જે નાગાલેન્ડ, અસમ, મેઘાલય, પશ્ર્ચિમ બંગાળ, બિહાર, ઝારખંડ, ઉડીસા, છત્તીસગઢ, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, રાજસ્થાન, ગુજરાત અને મહારાષ્ટ્રથી પસાર થશે.
ગુજરાતમાં ભારત જોડો ન્યાય યાત્રા 445 કિ.મી.નું અંતર કાપી 7 જિલ્લાઓમાં ફરી વળશે જેમાં પ્રદેશના હોદેદારો, માજી ધારાસભ્યો, ચૂંટાયેલા જિલ્લા તાલુકા નગરપાલીકાના પ્રતિનિધિઓ વિગેરેને બહોળી સંખ્યામાં જોડવા માટે જિલ્લા મથકે, તાલુકા શહેર મથકોએ મિટિંગોયોજી તમામ વર્ગ સમુદાયના આગેવાનો કાર્યકરો જોડાય તે માટે પ્રવાસોનું આયોજન કરવામાં આવશે.