- ચાર દિવસ સુધી યાત્રા ગુજરાતમાં ફરશે: 7 જિલ્લાઓને આવશી લેવાશે, 400 કી.મી.નો પ્રવાસ કરશે, 6 પબ્લિક મીટીંગ, ર7 કોર્નર બેઠક અને 70 સ્થળોએ યાત્રાનું સ્વાગત કરાશે
કોંગ્રેસ પૂર્વ રાષ્ટ્રીય અઘ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું આજે સવારે બપોરે ગુજરાતમાં આગમન થશે ચાર દિવસ સુધી આ યાત્રા ગુજરાતમાં ફરશે જેમાં 7 જિલ્લાને આવરી લેવામાં આવશે 400 કી.મી.નો પ્રવાસ કરશે.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ 7મી માર્ચે ગુજરાતના દાહોદ જીલ્લાના ઝાલોદ ખાતે બપોરે ત્રણ કલાકે પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાત રાજ્યમાં 4 દિવસમાં 7 જીલ્લાઓમાં 400 થી વધુ કિ.મીનો પ્રવાસ કરી મહારાષ્ટ્ર રાજ્યમાં પ્રવેશ કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં રાહુલ ગાંધી કંબોઈધામ (ગુરુ ગોવિંદ), પાવાગઢ તળેટી મંદિર, હરસિધ્ધી માતાજી મંદિર, રાજપીપળા, સ્વરાજ આશ્રમ બારડોલી સહિતનાં ઐતિહાસીક અને વંદનીય સ્થળોની મુલાકાત લેશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન 6 પબ્લીક મીટીંગ, 27 કોર્નર મીટીંગ, 70 થી વધુ સ્વાગત સ્થળો તથા ટાઉન પદયાત્રાઓનું આયોજન રાખેલ છે. બેરોજગાર યુવાન, દેવામાં તળે દબાતા ખેડૂતો, સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે આર્થિક ન્યાય, ગરીબ વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઇ રહી છે. પ્રધાનમંત્રી પોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપતિ આપી રહ્યા છે. કોગ્રેસ પક્ષ દરેક નાગરીકોને શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય માટે આર્થિક ન્યાય સુનિશ્ચિત કરશે. તેવી જ રીતે એસ.સી., એસ.ટી. અને ઓબીસી વર્ગને સતત અન્યાય થઇ રહ્યો છે. દેશનાં સંસ્થાનોમાં તેમનું પ્રતિનિધિત્વ ઘણું ઓછું છે. ત્યારે સામાજિક ન્યાયનો મતલબ તેમની ગણતરી કરી તેમની વસ્તી આધારિત નિષ્પક્ષતાથી ભાગીદારી સુનિશ્ચિત કરવાનું કામ કોંગ્રેસ પક્ષ કરશે.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ ગુજરાતમાં આવશે ત્યારે ગુજરાતની જનતાને અવાજ ઉઠાવવામાં આવશે. મોઘાં શિક્ષણ લીધા પછી લાખો યુવાનો ગુજરાતમાં બેરોજગાર છે. અનેક યુવાનોએ રાહુલ ગાંધીને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ગુજરાતમાં આદિવાસી સમાજ સાથે અન્યાય થઇ રહ્યો હોવાને લઇને વિવિધ આદિવાસી સંગઠનો રાહુલ ગાંધીને મળશે. સિવિલ સોસાયટીના પ્રતિનિધિઓ અને પ્રબુધ્ધ નાગરિકો ‘ભારત જોડો ન્યાય યાત્રા’માં જોડાશે. ‘બેટી બચાવો’ના માત્ર નારા આપનાર ભાજપ સરકારના રાજમાં બહેન-દીકરીઓ પર સતત અત્યાચાર વધી રહ્યા છે. ગુન્હેગારોને ભાજપ સંરક્ષણ આપી રહી છે. ત્યારે કોંગ્રેસ પક્ષ દેશની બહેન-દીકરીઓને દરેક શ્રેત્રમાં સુરક્ષા સાથે સમાન ભાગીદારી સુનિશ્ચિત કરશે.
‘ભારત જોડો ન્યાય યાત્રા’ની 14 જાન્યુઆરી થી મણીપુર શરૂ થઈ હતી. આ યાત્રા 60 થી વધુ દિવસોમાં 6700 કિ.મી. નો પ્રવાસ કરશે. આ યાત્રા સમગ્ર દેશના 110 જીલ્લાઓ, 15 રાજ્યોને આવરી લેશે. બેરોજગાર યુવાન, દેવા તળે દબાતા ખેડૂતો, સતત વધી રહેલી મોંઘવારીમાં શિક્ષણ, આરોગ્ય માટે સંઘર્ષ કરતા ગરીબોને મળે આર્થિક ન્યાય, ગરીબ વધુ ગરીબ અને મધ્યમ વર્ગની પોતાની બચત પૂરી થઇ રહી છે. પ્રધાનમંત્રી પોતાના મળતિયા મિત્રોને કરોડોની સંપતિ આપી રહ્યા છે. કોગ્રેસ પક્ષ દરેક નાગરીકોને શિક્ષણ, આજીવિકા અને સ્વાસ્થ્ય માટે આર્થિક ન્યાય સુનિશ્ચિત કરશે.
10 તારીખે રાહુલ ગાંધી બારડોલીના સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે. વર્ષ 1922માં સ્વરાજ આશ્રમની સ્થાપના થઇ તેનો ઉદ્દેશ સમાજને જાગૃત કરવાનો હતો. વર્ષ 1928માં બારડોલી સત્યાગ્રહ થયો ત્યારે સરદાર પટેલ આશ્રમમાં રહ્યા હતા. વર્ષ 1936થી 1941 સુધી મહાત્મા ગાંધીજી સ્વરાજ આશ્રમમાં એક એક મહિનો રહેતા હતા. રાહુલ ગાંધી સ્વરાજ આશ્રમની મુલાકાત લેશે અને ન્યાય માટેની લડાઈ માટે પ્રતિબદ્ધતા બતાવી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ આગળ ધપાવશે
દેશના જુદા જુદા ગામડા, કસબા, અને શહેરોમાં જઇ રહેલી ‘ભારત જોડો ન્યાય યાત્રા’ હવે ગુજરાતમાં આવી રહી છે. જેમાં ગુજરાતની આર્થિક, સામાજિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક સમૃદ્ધિને ઉજાગર કરવામાં આવશે. અહિંસા, સત્ય, પ્રેમ અને સર્વધર્મ સમભાવનાં પૂજ્ય ગાંધીજીના મૂળ મૂલ્યોને ધ્યાને રાખી કોંગ્રેસ પક્ષ ભાજપની કુશાસનવાળી સરકારને લૂણો લગાડવાની કામગીરી કરશે. ‘ભારત જોડો ન્યાય યાત્રા’ દરમ્યાન મહાશિવરાત્રી અને વિશ્વ મહિલા દિવસ આવતા વિશેષ આયોજન કરવામાં આવેલ છે. આદિવાસી સાંસ્કૃતિક વારસાની ઝાંખી કરાવતા કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ગુજરાતની અસ્મિતા ઓળખ સમાન રાસના કાર્યક્રમોનું આયોજન કરેલ છે. ગુજરાતમાં જમીન ગુમાવનારા આદિવાસી પરિવારો અને શ્રમિકો સાથે શ્રી રાહુલ ગાંધી સંવાદ કરશે.