તેઓ દેશને બદલવા ભારત આવ્યા હતા: અમેરિકામાં એનઆરઆઈને સંબોધન

મહાત્મા ગાંધી અને જવાહરલાલ નેહ‚ જેવા કોંગ્રેસના નેતાઓ એનઆરઆઈ હતા. જે પોતાના દેશને બદલવા માટે ભારત આવ્યા હતા તેમ કોંગ્રેસ ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ જણાવ્યું હતુ.

અમેરીકાના બે સપ્તાહના પ્રવાસના અંતે ન્યૂયોર્ક ટાઈમ સ્કવેર ખાતે બિનનિવાસી ભારતીયો સાથે રાહુલ ગાંધીએ વાત કરી હતી. રાહુલ ગાંધીએ એકત્ર થયેલા ભારતીયોને જણાવ્યું હતુ કે કોંગ્રેસની મૂળ ચળવળ બિન નિવાસી ભારતીયોએ શ‚ કરી હતી. મહાત્મા ગાંધી એનઆરઆઈ હતા.

જવાહરલાલ નહે‚ ઈગ્લેન્ડથી આવ્યા હતા બી.આર. આંબેડકર, અબુલ કલામ આઝાદ, સરદાર પટેલ પણ એનઆરઆઈ હતા.

રાહુલે જણાવ્યું હતુ કે આ બધા જ નેતાઓ વિદેશ ગયા હતા વિદેશમા નિરીક્ષણ કર્યું હતુ તેમણે ભારત પરત આવીને પોતાના વિચારો અમલમાં મૂકી ભારતને બદલી નાખ્યું ભારતમાં શ્ર્વેત ક્રાંતિ લાવનારા વર્ગિસ કુરિયન પણ એનઆરઆઈ હતા.

રાહુલે અમેરિકામાં વસતા બિનનિવાસી ભારતીયોને કોંગ્રેસમાં જોડાવાનું આમંત્રણ આપતા જણાવ્યું હતુ કે તમારામાં ખૂબ જ જ્ઞાન અને સમજ છે. અમે તમારી મદદ લેવા માગીએ છીએ.

રાહુલે નરેન્દ્ર મોદી સરકારની ટીકા કરતા જણાવ્યું હતુ કે ભાગલાવાદી રાજકારણને કારણે વિદેશમાં ભારતીય છબિને નુકશાન થયું છે. બિન નિવાસી ભારતીયોએ ભારતને વિભાજીત કરનારા લોકો સામે ઉભા થવાની જ‚ર છે.

રાહુલ ગાંધીએ વધુ એક એનઆરઆઈ સામ પિત્રોડાની પ્રશંસા કરતા જણાવ્યું કે તેમના કારણે ભારતે ટેલીકોમ કોમ્યુનિકેશન ક્ષેત્રે હરણફાળ ભરી છે. ઉલ્લેખનીય છે કે સામ પિત્રોડા રાજીવ ગાંધી અને મનમોહન સિંહના સલાહકાર હતા.

© 2011 - 2024 Abtak Media. Developed by ePaper Solution.