- ભારત જોડો ન્યાય યાત્રાના બીજા દિવસે દાહોદ, લીમખેડા, પીપલોદ, ગોધરા, પંચમહાલ, શિવરાજપુર અને જાંબુખેડામાં કાર્યક્રમ
કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રાનું ગઈકાલે બપોરે ગુજરાતમાં આગમન થયું છે. આજે યાત્રાનો બીજો દિવસ છે. આજે રાહુલ ગાંધી પાવાગઢમાં મહાકાળી માતાજીના દર્શન કરશે.
ભારત જોડો ન્યાય યાત્રાના ગુજરાત પ્રવાસના બીજાદિવસે આજે સવારે દાહોદ ખાતે રાહુલ ગાંધીએ બસ સ્ટેન્ડથી પદયાત્રા શરૂ કરી હતી. સ્વામિ વિવેકાનંદ સર્કલથી બિરસામુંડા સર્કલથી યાદગાર ચોક અને સરદાર પટેલ સર્કલ સુધી ફરી હતી. લીમખેડા ખાતે યાત્રાનું આગમન થતા વિવિધ સ્થળે રાહુલ ગાંધીનું સ્વાગત કરવામાં આવ્યું હતુ. પીપલોદ, સંત રોડ અને ગોધરા ખાતે યાત્રાનું લોકો દ્વારા સ્વાગત કરાય હતી. શહેરની ભાગોળેથી ગીડવાણી રોડથી 7 નંબરની ચોકી ખાતે કોર્નર મીટીંગ યોજાઈ હતી. બપોરબાદ યાત્રાનો કાલોલમાં પ્રવેશ થયો હતો. અને પંચ મહાલથી ફરી આરંભ થયો હતો. હાલોલ બસ સ્ટેન્ડથી મહારાણા પ્રતાપ ચોક (કોર્નર મીટીંગ)થી પાવાગઢ બાયપાસ સુધી ગઈ હતી.
બપોરે 3.10 કલાકે યાત્રાનું પાવાગઢ ખાતે આગમન થયું હતુ. રાહુલ ગાંધીએ પાવાગઢ ખાતે મહાકાળી માતાજીના ચરણોમાં શીશઝુકાવ્યું હતુ. ત્યારબાદ શિવરાજપુર અને જાબુંખેડા ખાતે યાત્રા પહોચશે. રાહુલ ગાંધી રાત્રી રોકાણ જાંબુખેડલ ખાતે કરશે.