લોકસભા અને વિધાનસભા ચૂંટણીઓને અનુલક્ષી ૧૬મીથી ૩ દિવસના સેશનમાં કોંગ્રેસનો રોડ મેપ રજૂ કરાશે
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી આગામી પ્લેનેરી સેશનમાં વિઝન ડોક્યુમેન્ટ રજૂ કરવા જઈ રહ્યાં છે. લોકસભા અને વિધાનસભા ચૂંટણીને અનુલક્ષીને ભાજપ સામે લડવા મામલે આગામી તારીખ ૧૬ થી ૧૮ દરમિયાન કોંગ્રેસનું પ્લેનેરી સેશન યોજાશે.
જેમાં રાહુલ ગાંધી કોંગ્રેસનો રોડ મેપ રજૂ કરશે. ડિસેમ્બર મહિનામાં કોંગ્રેસની કમાન સંભાળ્યા બાદ હવે રાહુલ સામે ૨૦૧૯ લોકસભા તેમજ વિવિધ રાજયોની વિધાનસભા ચૂંટણીઓની તૈયારી કરવાની જવાબદારી છે.
કોંગ્રેસના પ્લેનરી સેશનમાં અન્ય સાી પક્ષો સો ગઠબંધન મામલે ચર્ચા પણ થશે. આ સેશન નવીદિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાશે. સેશન દરમિયાન પક્ષના ચાર મહત્વના મુસદાને મંજૂરી આપવામાં આવશે. સૂત્રોના મત મુજબ આગામી વિધાનસભા ચૂંટણી માટે ખેતી અને બેરોજગારીનો મુદ્દો કોંગ્રેસ ઉઠાવશે. જેની તૈયારી પ્લેનરી સેશન દરમિયાન થશે.