મઘ્યપ્રદેશમાં ચુંટણી જંગ જામ્યો
સી.એમ. પદના ઉમેદવાર માટેની રેસમાં કોંગ્રેસના કમલનાથ અને જયોતિરાદિત્ય સિંધીયા સૌથી આગળ
મઘ્યપ્રદેશમાં વિધાનસભા ચુંટણીનો જંગ જામ્યો છે. લોક મત જીતવા તમામ રાજકીય સંગઠનો મેદાને ઉતર્યા છે. મુખ્યમંત્રી પદને હાંસલ કરવા ભાજપ-કોંગ્રેસ સહીતના પક્ષો વચ્ચે જંગ શરુ થયો છે.ત્યારે તાજેતરમાં કોંગ્રેસ અઘ્યક્ષ રાહુલ ગાંધીએ જણાવ્યું છે કે, ચુંટણીની વ્યહુરચનાની ભાગરુપે પાર્ટી મુખ્યમંત્રી પદના ‘મુરતીયા’ ને જાહેર નહિ કરે.
જો કે, એમપીમાં સી.એમ. પદના ઉમેદવાર માટેની રેસમાં કમલનાથ અને જયોતિરાદિત્ય સિંધીયા નું નામ સૌથી આગળ ચર્ચાઇ રહ્યું છે. ઉલ્લેખનીય છે કે મઘ્યપ્રદેશની વિધાનસભા ચુંટણી આગામી ર૮મી નવેમ્બરે યોજાવાની છે. જેને લઇ પ્રચાર પ્રસાર કરવા કોંગી અઘ્યક્ષરાહુલ ગાંધી એ મઘ્યપ્રદેશ ની બે દિવસીય મુલાકાત લીધી છે. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે કોંગ્રેસના કમલનાથ રાજકીય ક્ષેત્રે બહોળો અનુભવ ધરાવે છે.
તો જયોતિરાદિત્ય એક સંઘર્ષી યુવાન ચહેરો ધરાવે છે. તાજેતરમાં ભાજપે કોંગ્રેસ પર નિશાન સાંધતા કહ્યું હતું કે, કોંગ્રેસ સીએમ પદના ઉમેદવારને નકકી કરવામાં પણ અસક્ષમ છે. ભાજપના આ પ્રહારનો જવાબ આપતા રાહુલ ગાંધીએ કહયું હતું કે કોંગ્રેસ ચુંટણીની વ્યુહરચના ભાગરુપે સીએમ પદના ઉમેદવારને જાહેર નહિ કરે.
પનામા પેપર્સમાં સીએમ શિવરાજના પુત્રનું ભુલભુલમાં નામ લઈ લેતા રાહુલ ગાંધી ફસાયા
એક તરફ રાજસ્થાન અને મધ્યપ્રદેશનો ચૂંટણી જંગ જામ્યો છે તો બીજી તરફ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલગાંધી નવી મુશ્કેલીમાં મૂકાયા છે. તાજેતરમાં જાબુઆમાં જનસભા સંબોધતા દરમિયાન તેમણે મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણનાપુત્ર કાર્તિકેય ચૌહાણને લઈ વિવાદીત ભાષણ આપ્યું હતુ તેઓએ કહ્યું હતુ કે, પનામા પેપર્સમાં સીએમ શિવરાજસિંહના પુત્રનું નામ ખૂલ્યું છે. છતા તેની પર કોઈ કાર્યવાહી થઈ નથી. આ વાતને લઈ કાર્તિકેય ચૌહાણે રાહુલ ગાંધી વિધ્ધ માનહાનીનો કેસ કર્યો છે.
જોકે, ભાષણ આપ્યાબાદ રાહુલ ગાંધીએ પોતાનીભૂલ સ્વીકારી હતી અને કનફયુઝનના કારણે ભૂલભૂલમાં શિવરાજસિંહ ચૌહારના પુત્રનું નામ લઈ લીધું હોવાનું જણાવ્યું હતુ, રાહુલ ગાંધીના ભૂલ સ્વીકાર્યા આ નિવેદન છતા કાર્તિકેય ચૌહાણે કેસ દાખલ કર્યો છે.અને કહ્યું હતુ કે રાહુલ ગાંધી કહે છે કે તેઓ ક્ધફયુઝ હતા પરંતુ હકિકતમાં કોંગ્રેસ ક્ધફયુઝ છે. તેઓ દ્વારા લગાવાયેલો આક્ષેપ પાયા વિહોણો છે.
રાહુલની ‘મજબુરી’: સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશની છુટ ન જ અપાય
સબરીમાલા વિવાદને લઈ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મજબુરી સામે આવી છે. એક તરફ તેઓ સબરીમાલા મંદિરમાં મહિલાઓના પ્રવેશને લઈ વિરોધ કરતી તેમની પાર્ટી કેરળ પીસીસીને સમર્થન આપી રહ્યા છે તો બીજી તરફ તેમનું કહેવું છે કે, હું વ્યકિતગત માનું છું કે, સબરીમાલા મંદિરમાં ૧૦ થી ૫૦ વર્ષની મહિલાઓને પ્રવેશવા પર જે પાબંધી હતી તે હટી ગઈ એ સારી વાત છે. દરેક મહિલાઓ સમાન છે અને તેમને મંદિરમાં પ્રવેશવાની છુટ આપવી જ જોઈએ પરંતુ કેરળમાં મારી પાર્ટી પીસીસી અલગ મત ધરાવે છે.
આથી હું પણ તેના સમર્થનમાં છું. કેરળમાં મહિલા અને પુરુષોની સમાનતાનો મુદો ખુબ જ સંવેદનશીલ છે. મારી વ્યકિતગત વિચારધારા મારી પાર્ટીથી અલગ છે અને હું માનું છું કે, સબરીમાલા મંદિરમાં મહિલાઓને પ્રવેશની છુટ મળવી જોઈએ પરંતુ મારી પાર્ટીનો અલગ મત હોવાથી હું મારી વ્યકિતગત વિચારધારા છોડી મારી પાર્ટીને સમર્થન આપુ છું.