આદિવાસી સત્યાગ્રહ રેલીમાં સામેલ થશે: રાજ્યની ભાજપ સરકારની નિષ્ફળતા ઉજાગર કરશે
‘આદિવાસી સત્યાગ્રહ’ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષ દ્વારા જંગી રેલી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ ભરતસિંહ સોલંકીએ જણાવ્યું હતું કે, કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધી 10મી મે દાહોદ ખાતે સવારે 10 કલાકે વિશાળ સંખ્યામાં આદિવાસી ભાઈ-બહેનોને સંબોધન કરશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીને દાહોદ ખાતે રાહુલ ગાંધી કાર્યકરોને માર્ગદર્શન આપી આગામી સમયની અંદર વધુ મજબુતિથી આદિવાસી સમાજના પ્રશ્નો માટે લડતના કાર્યક્રમો ખુલ્લા મુકશે. ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં આદિવાસી સમાજના સળગતા પ્રશ્નો, આદિવાસી અસ્મિતા, સંસ્કૃતિ માટે લડતનો નિર્ધાર જાહેર કરાશે.
આદિવાસી સમાજના ભાઈ-બહેનોના હક્ક અને અધિકાર માટે તા. 10મી મે ના રોજ દાહોદ ખાતે સવારે 10 કલાકે ‘આદિવાસી સત્યાગ્રહ’ રેલીમાં બહુ મોટી સંખ્યામાં જોડાવવા કોંગ્રેસ પક્ષ દ્વારા અપિલ કરીને નિમંત્રણ આપે છે. આવો સાથે મળીને આદિવાસી સમાજના ભાઈ-બહેનોના હક્ક – અધિકારને પુન: સ્થાપિત કરીએ.
‘આદિવાસી સત્યાગ્રહ’ દાહોદ ખાતે કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતા રાહુલ ગાંધીની જંગી રેલી અંગે પત્રકાર પરિષદને સંબોધન કરતા ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પૂર્વ પ્રમુખ અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું હતું કે, આદિવાસી સત્યાગ્રહ રેલીને દાહોદ ખાતે નવજીવન આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના ઐતિહાસીક મેદાન પર કોંગ્રેસ પક્ષના રાષ્ટ્રીય નેતાશ્રી રાહુલ ગાંધી તા. 10મી મે ના રોજ સવારે 10 કલાકે સંબોધન કરશે. ભારત દેશના બંધારણે આદિવાસી ભાઈ-બહેનોને આપેલા વિશેષ અધિકાર છીનવવાનું કામ ભાજપ સરકાર કરી રહી છે.
આદિવાસી સમાજને ભાઈ-બહેનોને તેમના બંધારણીય હક્ક અને અધિકાર મળે તે માટે કોંગ્રેસ પક્ષ સતત સંસદ ધારાસભા અને સડક પર લડત આપી રહ્યો છે. ગુજરાતમાં ભાજપાની સરકાર આદિવાસી સમાજની ઓળખ અને તેની સંસ્કૃતિને મોટા પાયે નુકસાન કરી રહી છે. શિક્ષણનું વ્યાપારીકરણ, આરોગ્ય સેવાની તકલીફો, રોજગાર – પેપર ફૂટવા – સરકારી ભરતીમાં વ્યાપક કૌભાંડ, નાના વેપારીઓની વ્યાપક તકલીફ – પરેશાની, મહિલા સુરક્ષા, મોંઘવારી, સામાજિક ન્યાય – દલિત, આદિવાસી પછાતવર્ગો પર વધતી, સતત વધતા જતા ટેક્ષ, આર્થિક અસમાનતા, ઘરનું ઘર – જમીન દલાલો – જમીન માફિયાઓને લીધે વ્યાપક હેરાનગતિ, સરકારી તંત્રનું એકતરફી વલણ – ખેસ વગરના કાર્યકર્તાઓ, બેફામ ભ્રષ્ટાચાર સહિતના અનેક મુદ્દાએ જનતા હેરાન પરેશાન છે.