નહેરૂએ ૧૯૪૯માં લેકચર આપેલું તે કેલિફોર્નિયા યુનિવર્સિટીમાં સ્પીચ આપશે
કોંગ્રેસના ઉપાઘ્યક્ષ રાહુલ ગાંધી અમેરિકાની મુલાકાતે જવા રવાના થયા છે. જયાં તેઓ રાજકીય, આર્થિક, વૈજ્ઞાનિક ક્ષેત્રના આગેવાનો ઉપરાંત બિનનિવાસી ભારતી (એન.આર.આઇ) ને પણ મળશે.
તેઓ યુનિવસીર્ટી ઓય કેલિફોર્નિયામાં પણ સંબોધન કરશે. અહી તેમના પિતાના નાના જવાહરલાલ નહેરુએ ૧૯૪૯ માં સ્પીચ આપી હતી. આ એક ઐતિહાસિક પળ હતી.
ટિવટર પર રાહુલ ગાંધીએ લખ્યું છે કે હું યુનિવસીટી ઓફ કેલિફોર્નિયામાં લેકચર આપવા ઉત્સાહી છું. મારી સાથે ટેકનો વિદ્વાન શામ પિત્રોડા છે. આવતીકાલે મંગળવારે અમેરિકાના બરકેલેય સ્થિત કેલિફોનિર્યયા યુનિવસીટીમાં સવારે મારું લેકચર છે.ગાંધી અમેરિકામાં ભારતીય સમુદાયના આગેવાનોને પણ મળશે.
આ સિવાય તેઓ પ્રિન્સેટોન યુનિવસીટીમાં પણ લેકચર આપવાના છે.
રાહુલ ગાંધીના સહયોગી શામ પિત્રોડાએ ભારતીય ટેલીકોમ સેકટરમાં ઘરમૂળથી ફેરફાર કર્યો છે. તેઓ કેલિફોર્નિયા ઉપરાંત સાન ફ્રાન્સિસ્કો પણ જવાના છે.