- કાલથી કોંગ્રેસ દ્વારા ગુજરાતમાં પ્રચંડ પ્રચાર અભિયાન
- 27મીએ પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપૂરમાં સભા
ગુજરાતની લોકસભાની 25 બેઠકો માટે આગામી 7મી મેના રોજ મતદાન યોજાવાનં છે.મતદાનના આડે હવે 10 દિવસનો સમય બાકી રહ્યો છે. ત્યારે તમામ રાજકીય પક્ષો દ્વારા ચૂંટણી પ્રચારમાં એડી ચોટીનું જોર લગાવવામાં આવી રહ્યું છે. આવતીકાલથી સળંગ 5મી મે સુધી કોંગ્રેસના રાષ્ટ્રીય નેતૃત્વ દ્વારા પ્રચાર કરવામાં આવશે.
ગુજરાત કોંગ્રેસનાં સંગઠન પ્રભારી અને રાજ્યસભાના સાંસદ મુકુલ વાસનીકનો પણ બેદિવસીય ગુજરાતનો પ્રવાસ કરશે. 27 એપ્રીલે કોંગ્રેસના રાષ્ટ્રીય મહામંત્રી નેતા પ્રિયંકા ગાંધીની વલસાડના ધરમપુર ખાતે જાહેરસભા ગજવશે. 28 એપ્રીલ એ વરિષ્ઠ નેતા અને પૂર્વ સાંસદ અભિષેક મનુ સિંધવી અમદાવાદમા પ્રેસ કોન્ફરન્સ કરશે.29 એપ્રીલએ કોંગ્રેસનાં પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ અને સાંસદ રાહુલ ગાંધી પાટણ ખાતે ચુંટણી સભાને સંબોધન કરશે.
કોંગ્રેસ પક્ષનાં રાષ્ટ્રીય મહિલા અધ્યક્ષા અલકા લાંબાજી ગુજરાતમાં પ્રચાર કરી કોંગ્રેસ તરફી મતદાન કરવા અપીલ કરશે. કોંગ્રેસનાં વરિષ્ઠ નેતા અને પૂર્વ મુખ્યમંત્રી ભુપેશ બઘેલજી, અશોક ગહેલોત અને તેલંગાણાનાં યુવા મુખ્યમંત્રી રેવંતા રેડીની પણ જાહેર સભાનું આયોજન કરવામાં આવ્યું છે.
કોંગ્રેસ પક્ષનાં મીડિયા ડિપારમેન્ટનાં રાષ્ટ્રીય અધ્યક્ષ પવન ખેરાજી, રાષ્ટ્રીય પ્રવકતા સુપ્રીયા શ્રીનેટ સહિતના પ્રવક્તાઓ જનસભાને સંબોધન કરશે.
યુવાનો સુધી કોંગ્રેસ પક્ષનાં ’યુવા ન્યાય’ની વાત રજૂ કરવા કોંગ્રેસ પક્ષનાં યુવા નેતા કનૈયાકુમાર, ઇમરાન પ્રતાપગઢી,યુથ કોંગસનાં રાષ્ટ્રીય પ્રમુખશ્રી બી વી શ્રીનિવાસ ગુજરાતમાં પ્રેસ અને જાહેરસભા કરે તેવુ કોંગ્રેસનું આયોજન સાથે રાષ્ટ્રીય નેતૃત્વને આમંત્રણ પાઠવ્યું છે.